GSTV
India News ટોપ સ્ટોરી

ઉદ્ધવની સરકાર જ નહીં શિવસેના પર સંકટ / શિંદેએ સરકાર જ નહીં શિવસેનાની આખી ગાડી પર દાવો ઠોક્યો, નવા ચીફ વ્હિપની કરી વરણી

એક બાજુ મહારાષ્ટ્રમાં રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા જારી છે જેના પગલે ઉદ્ધવ ઠાકરેની સરકાર હાલકડોલક થઈ રહી છે આ સ્થિતિ વચ્ચે બળવાખોર નેતા શિવસેના નેતા અને મંત્રી એકનાથ શિંદેએ સરકાર જ નહીં પાર્ટી પર જ દાવો ઠોક્યો છે.

બળવાખોર નેતા એકનાથ શિંદેએ શિવસેનાના સુનીલ પ્રભુને ચીફ વ્હિપને ગેરકાયદે ગણાવીને ભરત ગોગાવલેને ચીફ વ્હિપ તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા શિવસેનાએ પોતાના ધારાસભ્યોને વ્હિપ જારી કરીને સાંજે પાંચ વાગ્યે મુંબઈમાં બેઠક બોલાવી હતી. જો કે, હવે આ બેઠક રદ કરવામાં આવી હતી.

આ પરથી સ્પષ્ટ થાય છે કે, એકનાથ શિંદે સરકારની સાથે પાર્ટી પર કબજો કરવાનો પ્રયાસ છે. શિંદે દાવો કરી રહ્યાં છે કે તેમની પાસે 46 ધારાસભ્યો છે. જો કે ગુવાહાટીમાં હાલ શિવસેનાના 35 અને 2 અપક્ષ ધારાસભ્યો છે. વધુ ધારાસભ્ય મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલની સાથે ગુવાહાટી માટે નીકળ્યા છે એટલે કુલ 40 ધારાસભ્યો છે.

READ ALSO

Related posts

Death Sentence : સિંગાપોરમાં ભારતીય મૂળના મલેશિયાઈ નાગરિકને ડ્રગ્સ ટ્રાફિકિંગના મામલામાં આપવામાં આવી ફાંસી

GSTV Web Desk

જ્વેલર્સે સાઉદી અરબ અને કતારના શાહી પરિવારોની અંગત માહિતી બચાવવા આપી 59 કરોડની ખંડણી

GSTV Web Desk

દેશમાં ૨૨.૪૩ કરોડ લોકો કૂપોષણથી પીડિત તો ત્રણ કરોડ લોકો ઓબેસિટીનો શિકાર : સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ

GSTV Web Desk
GSTV