મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે જેમાં શિવસેનાના મંત્રી એકનાથ શિંદે સહિત 25થી વધુ ધારાસભ્યોએ સૌ પ્રથમ સુરતમાં ધામા નાખ્યા હતા જ્યાં નાટ્યાતમક દર્શ્યો જોવા મળ્યા હતા.

શિવસેનાના ધારાસભ્ય નિતિન દેશમુખે જબરદસ્તી સુરત લઈ જવાનો આરોપ બાદ બાગી નેતા શિંદેએ અન્ય બાગી ધારાસભ્ય સાથેની નિતિન દેશમુખની તસ્વીર શેર કરી હતી.
આ તસ્વીરમાં આ બાગી ધારાસભ્યે બીજા ધારાસભ્ય સાથે વિમાનની બહાર ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. શિવસેનાના ધારાસભ્યે દેશમુખે કહ્યું હતું કે, તેમને જબરદસ્તી સુરત લાવવામાં આવ્યા હતા જોકે, ભાગવાનો પ્રયાસ કરતા સુરત પોલીસે અટકાયત કરી હતી.
નોંધનીય છે કે, શિવસેનાના 55 ધારાસભ્યો પૈકી એકનાથ શિંદે પાસે 41 ધારાસભ્યો શિવસેનાના જેના પગલે ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 14 ધારાસભ્યો છે.
READ ALSO:
- નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે
- IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!
- મોદીના સૌજન્યની પ્રસંશા, તેજસ્વીને ફોન કર્યો : ટોચના નેતાઓ પણ ચિંતામાં
- IMFની ચેતવણી / આગામી વર્ષે વિશ્વમાં મહામંદીની આશંકા, ટળ્યો નથી ખતરો
- બ્રિટનના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ ટોચ પર, શું રચાશે નવો ઇતિહાસ?