ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડીને ભાજપના સંગાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ગયેલા એકનાથ શિંદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ બની ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં મુંબઈની મુલાકાતે આવેલા મોદી સતત એકનાથ શિંદે સાથે વાતચીત કરતા દેખાયા હતા. બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળ્યું હતું. મોદીના હાવભાવથી અને તેમની વર્તણૂકથી શિંદે ભાજપ માટે ખાસ હોવાનું લોકોને દર્શાવવા માગતા હોવાનું કહેવાય છે.

વિપક્ષ શિંદે-ફડણવીસની સરકાર જલદી તૂટી જશે એવા સતત દાવા કરી રહી છે ત્યારે અંદરની વાત મુજબ મોદી આગામી મુંબઈ મહાનગરપાલિકાની તથા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિંદે સાથે સંબંધ તોડવાના મુડમાં નથી.
શિંદેએ લોકસભામાં 48માંથી 45 અને વિધાનસભાં 288માંથી 200 સીટની વાત કરી રહ્યા છે. તો મુંબઈ મહાનગરપાલિકા પણ જીતી લેવાની વાત કરી છે. તેથી આગામી ચૂંટણીમાં શિંદે ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, તે ભાજપ સારી રીતે જાણે છે.
READ ALSO
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે