GSTV

વિશ્વભરમાં જાણીતા હિલસ્ટેશન શિમલામાં જળસંકટ, પ્રવાસીઓને ન આવવાની અપીલ

Last Updated on July 30, 2019 by Alap Ramani

પોતાની કુદરતી સુંદરતાના કારણે વિશ્વભરમાં જાણીતું શિમલા હિલસ્ટેશન અત્યારે જળસંકટનો સામનો કરી રહ્યું છે. તેમજ પ્રવાસીઓને ન આવવાની અપીલ કરી છે.

કેટલાય દિવસથી પાણીની અછતને લઈ લોકો પણ આંદોલનને માર્ગે આગળ વધી રહ્યા છે. તેમજ રસ્તા પર દેખાવો પણ કરે છે. જોકે કેટલાક વિસ્તારમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે અને ટેન્કરમાંથી પાણી લેવા માટે પણ લાંબી લાંબી લાઈન જોવા મળી રહી છે.

પાણીની અછતના કારણે શિમલા શહેરમાં 30 રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રવાસીઓને ખાવા-પીવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. તો સ્થાનિક લોકોએ જ સોશિયલ મીડિયા પર પ્રવાસીઓને ગરમીમાં શિમલા ન આવવાની અપીલ કરી છે.

શિમલામાં મોંઘાભાવે પણ ટેન્કરથી પાણી મળી રહ્યું ન હોવાનો હોટલ એસોશિએશનએ આરોપ લગાવ્યો છે. શિમલાની હોસ્પિટલમાં પણ પાણીની અછતના કારણે દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શિમલાની આયુર્વેદિક હોસ્પિટલમાં પાણીની અછતના કારણે પંચકર્મ અને અન્ય જરૂરી સારવારનું કામ થઈ શકતુ નથી. તો સરકારી હોસ્પિટલમાં પણ પાણીની અછતથી દર્દીઓ પરેશાન છે.

Related posts

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel

હિમવર્ષા/ અનંતનાગમાં વધુ બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો, ઉત્તરાખંડમાં ફસાયેલા બાવન લોકોને બચાવાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!