હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ચીન-ભારત સરહદે હિમસ્ખલનને કારણે ભારતીય સેનાના ૬ જવાનોનાં મોત થયા હોવાની શક્યતા છે. કિન્નોરના ડેપ્યુટી કમિશનર ગોપાલ ચાંદે જણાવ્યું હતું કે એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે અન્ય પાંચ જવાનો લાપતા છે.
કિન્નોરના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સાક્ષી વર્માના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા જવાનની ઓળખ ૪૧ વર્ષીય રમેશકુમાર તરીકે કરવામાં આવી છે. તે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઘુમરપુર ગામના રહેવાસી હતાં. આ જવાન સેનાની ૭ જેએકે રાયફલ સાથે સંકળાયેલો હતો.

ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને પગલે શિમલાના કૂફ્રી અને મનાલીમાં મોટા પાયે ઘટાડો નોંધવામાં આવ્યો હતો. કૂફ્રીમાં માઇનસ ૧.૬ ડિગ્રી અને મનાલીમાં માઇનસ ૦.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
લાહોલ અને કિલોંગ માઇનસ ૯.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડા સ્થળો રહ્યાં હતાં.
રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરૃવાર સુધી રાજ્યમાં ભારે બરફવર્ષા અને વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો
આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે કલાકો સુધી ટ્રાફિક જામ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતાં.
કાશ્મીર ખીણના પ્રવેશ દ્વાર ગણાતા જવાહર ટનલ પાસે ૬ ઇંચ બરફ પડતા જમ્મુ-શ્રીનગર હાઇવે પર વિક્ષેપ ઉભો થયો હતો.