GSTV
Home » News » BIGG BOSS 11 : શિલ્પા શિંદેએ પહેલી વખત કર્યો પોતાના તૂટેલા લગ્નનો ખુલાસો

BIGG BOSS 11 : શિલ્પા શિંદેએ પહેલી વખત કર્યો પોતાના તૂટેલા લગ્નનો ખુલાસો

ટીવીની સુપરહીટ ભાભી રહી ચુકેલી શિલ્પા શિંદે હાલ બિગબોસના ઘરમાં જોવા મળી રહી છે. આ શોમાં શિલ્પાએ પોતાના જીવનના એક રહસ્ય પરથી પડદો ઉચક્યો છે. શિલ્પા આ ઘરમાં મોટાભાગે હસતી અને દરેક પરિસ્થિતને શાંતિથી સંભાળતી જોવા મળે છે પરંતુ બિગબોસની સીઝનની શરૂઆતથી જ શિલ્પાના તૂટેલા લગ્ન પર ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

 

 

શિલ્પાએ આ અંગે ક્યારેય કોઇ પ્રતિક્રિયા આપી નહતી. આખરે શિલ્પાએ પોતે જ આ વાતનો ખુલાસો કરી દીધો છે. બિગબોસના ઘર માંથી વાયરલ થતાં વીડિયોમાં શિલ્પાને એવું કહેતાં સાંભળી શકાય છે કે લગ્ન તૂટ્યા બાદ લોકોએ તેને ભાગેડું કહી હતી અને એ વાતનું તેને આજે પણ દુખ છે.

Part 2 : No more running away for Shilpa Follow @biggbossinsta

A post shared by BIGG BOSS (OFFICIAL) (@biggbossinsta) on

ઝીટીવીના એક કાર્યક્રમ ‘માયકા’માં શિલ્પાએ અભિનેતા રોમિત રાજ સાથે કામ કર્યું હતું અને તે દરમિયાન જ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. તેમણે વર્ષ 2009માં લગ્ન કરવાનો નિર્ણય પણ લીધો હતો, પરંતુ લગ્નના ગણતરીના દિવસો પહેલાં જ આ સંબંધ તૂટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે શિલ્પા અને રોમિતના લગ્ન થવાના હતાં અને લગ્નનાં બે દિવસ પહેલાં શિલ્પાએ રામિત સાથે સંબંધો તોડી નાંખ્યાં હતાં. જો કે હાલ રોમિતના લગ્ન થઇ ચુક્યા છે અને તેનું એક બાળક પણ છે.

Related posts

ગુજરાતમાં વન વિભાગની ગંભીર બેદરકારી, આ પોસ્ટ છેલ્લા 20 દિવસથી છે ખાલી

Nilesh Jethva

SBIના ગ્રાહકો નાણાં કરી લો સિક્યોર, આ ટીપ્સ ફોલો કરશો તો નહીં લાગે ક્યારેય ચુનો

Arohi

EPFOમાં ભરતી બહાર પડી : આવી રીતે કરો અરજી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!