GSTV
Home » News » Video : ઇન્ટરનેટ પર છવાયો શિલ્પા શિંદેનો Hot રેઇન ડાન્સ

Video : ઇન્ટરનેટ પર છવાયો શિલ્પા શિંદેનો Hot રેઇન ડાન્સ

ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ અને બિગબૉસની 11મી સીઝનની વિનર શિલ્પા શિંદે હાલ કૉમેડિયન સુનિલ ગ્રોવર સાથે ક્રિકેટ બેઝ્ડ કૉમેડી શૉ ‘ધન ધના ધન’માં જોવા મળી રહી છે. જેમાં તેઓ એક કપલ તરીકે જોવા મળી રહ્યા છે. દર્શકોને તેમની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે અને લોકો તેમની કેમેસ્ટ્રીની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. હાલ સોશિયલ મિડિયા પર તેમનો એક રોમેન્ટિક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ એકબીજા સાથે રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

ભાભીજી ઘર પર હૈની એક્ટ્રેસ શિલ્પા શિંદે રેડ કલરની સાડીમાં હૉટ રેઇન ડાન્સ કરતી જોવા મળી રહી છે જેમાં તેનો સાથ સુનિલ ગ્રોવર આપી રહ્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ આ વિડિયોમાં તેમની વચ્ચે ગજબ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

બંને એક્ટર ‘સાંસો કો સાંસો’ સૉન્ગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે જેમાં તેઓ હૉટ રેઇન ડાન્સ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિડિયો શિલ્પાના ફેન્સે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જે હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

Related posts

20 મીનિટમાં 41 રોગની તપાસ કરશે એટીએમ મશીન, તબીબ પાસે જવાની નહીં પડે જરૂર

Mansi Patel

Skin Care Tips : આ રીતે કરો ત્વચાની સંભાળ, રંગ ખીલશે અને ખીલ રહેશે દૂર

Mansi Patel

પેટની ચરબી અને કમરનાં ઘેરાવને ઘટાડવા માટે કરો આ યોગાસન, જાણો બીજા ક્યાં ક્યા થશે લાભ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!