‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ શિલ્પા શિંદેએ સબ ટીવીના શો ‘મેડમ સર’માં પોલીસ ઓફિસર તરીકે એન્ટ્રી કરી છે. જો કે, શિલ્પા ‘મેડમ સર’નો ટ્રેક જે રીતે આગળ વધી રહ્યો છે તેનાથી ખુશ નથી. શિલ્પાએ કહ્યું કે, ‘હું નૈના માથુર તરીકે 10-15 દિવસનો કેમિયો કરવાની છું. મેં આ રોલ એટલા માટે પસંદ કર્યો કારણ કે તે મને ચેલેન્જિંગ લાગ્યો. મેં થોડા દિવસ શૂટિંગ કર્યું પણ પછી મને કહી દેવામાં આવ્યું કે તમે બ્રેક લઈ લો.

મને અચાનક ખબર પડી કે મારો ટ્રેક ખતમ થઈ ગયો છે અને હવે આવતી સીઝનમાં આવશે. આ બહુ વિચિત્ર કહેવાય કે મારું પાત્ર અમુક એપિસોડ બાદ ગાયબ થઈ જશે. મારા દર્શકોને થશે કે હું અચાનક કેમ ચાલી ગઈ.’
શિલ્પા શિંદેએ જણાવ્યું કે જો તેને આ અંગે પહેલાથી જાણ હોત, તો તેણે આ ઓફર જ ન સ્વીકારી હોત. તેના બદલે એક વેબ શોની ઓફર હતી, એ કરી લેત!
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી