GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

Bigg boss ના ઘરમાં લગ્નના બંધનમાં બંધાશે શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તા

બિગ બોસ એક એવો શો છે જેમાં ઘરના સભ્યો વચ્ચે સંબંધો બંધાતા કે તૂટતા સમય નથી લાગતો. દર્શકો એ વાતનો અંદાજ લગાવી નથી શકતાં કે આગામી એપિસોડમાં તેમને શું નવું જોવા મળશે. ઘરમાં કોઇપણ સમયે મિત્રતા કે દુશ્મની થઇ જાય છે. આ રિયાલીટી શોની 11મી સીઝનની શરૂઆતમાં કટ્ટર દુશ્મન રહેલા શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તા હવે સારા મિત્ર બની ગયા છે.

તેમની વચ્ચેનો બોન્ડ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ જ કારણે બિગબોસના ઘરમાં તેઓ એકબીજા સાથે લગ્ન કરશે. તમે કંઇ બીજું વિચારો એ પહેલાં તમને જણાવી દઇએ કે તેઓ હકીકતમાં નહી પરંતુ એક ટાસ્કના ભાગરૂપે લગ્ન કરશે. બિગબોસના ઘરમાં હાલ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં શિલ્પા અને વિકાસ વર-વધૂ બનશે અને ઘરના અને સભ્યોને બે ટીમમાં વહેંચી દેવામાં આવશે.

 

હવે શિલ્પા અને વિકાસ વચ્ચે સારી મિત્રતા થઇ ગઇ છે તેથી નિર્માતા તેનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ જ કારણે આગામી મહિને એટલે કે ડિસેમ્બરમાં ઘરના સભ્યોને એક ટાસ્ક આપવામાં આવશે, જેમાં શિલ્પા અને વિકાસ લગ્નના બંધનમાં બંધાશે અને ઘરના અન્ય સભ્યો તેમના પરિવારના સભ્યોની ભૂમિકા નિભાવશે.

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!