બૉલિવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીના પરિવાર પર મુશ્કેલીઓ અટકવાનું જાણે નામ જ નથી લઇ રહી. પતિ રાજકુન્દ્રા ડ્રગ્સ કેસમાં પણ શિલ્પા શેટ્ટીએ ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટી (Sunanda Shetty) પર ધોખાધડીનો આરોપ લાગ્યો છે. જે કારણે તેમને સમન પાઠવવામાં આવ્યું છે. આ કિસ્સામાં હજુ શેટ્ટી પરિવાર તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. સુનંદા શેટ્ટી વિરુદ્ધ કથિત રીતે 21 લાખ રૂપિયા ન ચૂકવ્યા હોવાથી મુંબઈની એક અદાલતે (Bailable Warrant) જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યો છે. મેટ્રોપૉલિટન મજિસ્ટ્રેટ આર ખાને આ પહેલા શિલ્પા શેટ્ટી, તેમની માતા અને બહેન શમિતાને છેતરપિંડીનાં કેસમાં સમન પાઠવવામાં આવ્યું હતુ.

પિતાએ લીધી હતી લોન
સોમવારના સેન્ટ્રલ ન્યાયાધીશ એ જેડ ખાને શિલ્પા અને શમિતા વિરુદ્ધ મજિસ્ટ્રેટના આદેશ પર રોક લગાવી દીધી, પરંતુ તેમની માતાને કોઈ રાહત મળી નથી. અદાલતે કહ્યું કે, શિલ્પાના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટી અને સુનંદા તેમની કંપનીમાં સાથીદાર હતા અને તેમની પુત્રીઓ પણ ભાગીદાર હતી, તેનો કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો નથી અને લોનમાં તેમનો કોઈ સંબંધ હોય તો પણ જાણવા મળ્યું નથી.

આ ત્રણેય વિરુદ્ધ એક બિઝનેસ મેન દ્વારા જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બિઝનેસમેનનો દાવો હતો કે, શિલ્પાના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટીએ 2015માં તેમના પાસેથી ઉધાર લીધું હતું, જે ઉધારને જાન્યુઆરી 2017 સુધીમાં ચુકવવાનું હતું પણ પરિવારે પૈસા આપવાની ના પાડી દીધી. જેથી બિઝનેસમેને ત્રણેય પર ફર્મ મેસર્સ વાઇ એન્ડ એ લીગલ દ્વારા 21 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદકર્તા કોર્ટમાં કોઇ દસ્તાવેજ દાખલ કર્યા નથી કે શિલ્પા અને શમિતા પણ ફર્મમાં ભાગીદાર છે અને તેમનો ઇરાદો છેતરપિંડીનો છે. તેના લીધે બંનેને કોર્ટે રાહત આપી છે. કોર્ટે કહ્યું કે મેજિસ્ટ્રેટ કોર્ટ સુનંદા વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ રાખી શકે છે. આ મામલે આગામી સુનાવણી 25 માર્ચના રોજ યોજાશે.
Read Also
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો