GSTV

કુન્દ્રાને કારણે પત્ની શિલ્પાની આબરૂ થઇ ધૂળધાણી, યોગ વિડીયો પોસ્ટ કર્યો તો થઇ ગઈ ટ્રોલ

Last Updated on July 22, 2021 by Karan

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા આજકાલ સમાચારમાં છવાયેલો છે. સોમવારે રાત્રે રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મો બનાવવાના આરોપોમાં મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. કહેવાય છે કે રાજ કેટલીંક મોબાઈલ એપ્લિકેશનની મદદથી આ ફિલ્મોને પબ્લિશ કરતો હતો. રાજ 23 જુલાઈ સુધી પોલીસની કસ્ટડીમાં રહેશે. આ દરમ્યાન શિલ્પા શેટ્ટીએ મેડિટેશન વિડીયો શેર કર્યો છે. જોકે જે, ચાહકો શિલ્પ શેટ્ટીના ભારોભાર વખાણ કરતા હતા તે હવે તેને ખરીખોટી સંભળાવી રહ્યા છે. શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ પર ટ્રોલર્સ તેમને ટ્રોલ કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર શિલ્પાની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે.

શિલ્પા

શિલ્પા શેટ્ટીએ પોસ્ટમાં લખ્યું…

શિલ્પા શેટ્ટીએ પોસ્ટમાં લખ્યું, આપણામાંથી કોઈની પાસે આ શક્તિ નથી હોતી કે આસપાસની ચીજોને બદલી શકીયે પરંતુ આપણી પાસે એ શક્તિ હોય છે કે આપણી અંદર ચાલી રહેલી ચીજોને ઠીક કરી શકીયે. આને આ યોગથી સંભવ છે. પોતાના મસ્તિષ્કને શાંત કરવું, ખરાબ વિચારોને આવતા રોકવા અને મેડિટેશનથી એકાગ્રતા મેળવવામાં તમે સફળ થઇ શકો છો.

શિલ્પા શેટ્ટીની આ પોસ્ટએ અનેક યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ યુઝર્સે શિલ્પાને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી. એક યુઝરે લખ્યું, “પહેલા પોતાના પતિને શીખવાડો”, તો અન્ય એકે લખ્યું “તમારા પતિની ધરપકડ થઇ છે”

જણાવી દઈએ કે રાજ કુન્દ્રા વિરુદ્ધ આ વર્ષે ફેબ્રુઆરીમાં પો*નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને મોબાઈલ એપ દ્વારા પ્રસારિત કરવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકારના કિસ્સામાં આરોપી વિરસષ આઇટી એક્ટ અને આઇપીસીની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવે છે. જો અદાલત આરોપીને દોશી જાહેર કરે છે તો તેને અનેક વર્ષની જેલની સજા થવા પાત્ર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!