GSTV
Home » News » શિલ્પા શેટ્ટી આજે સુરતની મુલાકાતે, આશરે ત્રણ હજારથી વધુ લોકોની બની ટીચર

શિલ્પા શેટ્ટી આજે સુરતની મુલાકાતે, આશરે ત્રણ હજારથી વધુ લોકોની બની ટીચર

બોલિવુડની સુપરસ્ટાર શિલ્પા શેટ્ટી આજે સુરતની મુલાકાતે આવી હતી. આશરે ત્રણ હજારથી વધુ લોકોની યોગા ટીચર બની ગઈ હતી. સુરત સરસાણા ખાતે કન્વેનશન હોલમાં આજે શિલ્પાએ હજારોની સંખ્યામાં લોકોને યોગની ટીપ આપી હતી. સાથે અનેક યોગાસન કરી તેમને સ્વસ્થ રહેવાનો યોગ મંત્ર આપ્યો હતો.

લોકોને સંબોધન કરતી વખતે શિલ્પાએ સુરતના મુઠીયાની પણ તારીફ કરી હતી અને જણાવ્યું હતું કે યોગ કર્યા પછી સુરતની વાનગીઓ ખાય કેલેરી વધારશે. એટલુ જ નહી આજે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચને લઇ પણ તેઓ પોતે ખુબ જ ઉત્સાહિત હોવાનુ બતાવ્યુ હતુ અને આજની મેચને ધ્યાનમાં રાખી સવારના સેશનમાં જ યોગ કરી લીધા છે.

ભારતની ટીમને શુભેચ્છા પાઠવી હતી. શિલ્પાને પૂછવામાં આવ્યું હતુ કે યોગ માટે કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે તેઓએ કહ્યું હતું કે યોગા સાયન્સ છે અને સાયન્સનો વિરોધ કરી શકાય નહીં.

Read Also

Related posts

અમદાવાદ એરપોર્ટ પર આ કારણે હજયાત્રીઓ અટવાયા

Mansi Patel

આટલું સસ્તુ! સરકાર લાવી બજાર કરતાં ઓછી કિંમતે જબરદસ્ત AC, આ રીતે કરો બુક

Bansari

સુરત: ઓલપાડ પંથકમાં ચોર ટોળકીનો આતંક, હથિયાર સાથે સીસીટીવીમાં દેખાતા લોકોમાં ભય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!