GSTV

ખરાબ સમય / અશ્લીલ ફિલ્મોમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પ્રથમ વાર આવ્યું શિલ્પા શેટ્ટીનું નિવેદન, જાણી લો શું કર્યા ખુલાસા

shilpa shetty

Last Updated on August 2, 2021 by Dhruv Brahmbhatt

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. શિલ્પાનો પતિ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલમાં છે. તેવામાં શિલ્પા શેટ્ટી પર અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યાં છે અને તેના વિરૂદ્ધ અનેક પ્રકારની અફવા પણ ઉડી રહી છે. ત્યારે શિલ્પાએ આ તમામ બાબતો ઉપરાંત પોતાના ટ્રોલિંગને લઈને પણ નિવેદન આપ્યું છે. તેમાં તેણે બધાં જ લોકોને મેસેજ આપ્યો છે કે, તે હાલ ચૂપ છે અને ભવિષ્યમાં પણ ચૂપ રહેશે અને સમય સાથે સત્ય પોતાની જાતે જ બધા સામે આવી જશે.

શિલ્પાનું નિવેદન

શિલ્પાએ લાંબી નોટમાં લખ્યું હતું કે, ‘હા, પાછલા કેટલાક દિવસો બધી જ રીતે મુશ્કેલીભર્યા રહ્યા. અમારા પર અનેક અફવાઓ અને આરોપ લાગી રહ્યા છે. મીડિયા અને મારા શુભચિંતકોએ મારા વિશે ઘણું કહ્યું. મને જ નહીં, મારા પરિવારને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને અમારા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. મારૂં સ્ટેન્ડ એ છે કે, મેં હજુ સુધી કશું જ નથી કહ્યું અને આ કેસમાં હું આગળ પણ ચૂપ જ રહીશ. તો મારા નામે ખોટી વાતો ન બનાવશો.’

shilpa shetty

અમારા બાળકો માટે થઈને પણ અમારા પરિવારની પ્રાઈવસીનું માન જાળવો

આગળ કહ્યું કે, ‘એક સેલિબ્રિટી તરીકે મારી ફિલોસોફી છે કે, કદી ફરિયાદ ન કરશો અને કદી સ્પષ્ટતા ન આપશો. હું બસ એટલું કહીશ કે હાલ તપાસ ચાલી રહી છે. મને મુંબઈ પોલીસ અને ભારતની ન્યાયાલય પર વિશ્વાસ છે. એક પરિવાર તરીકે અમે કાયદાકીય મદદ લઈ રહ્યાં છીએ. પરંતુ ત્યાં સુધી હું તમને નિવેદન કરૂ છું, ખાસ કરીને એક માતા તરીકે કે અમારા બાળકો માટે થઈને પણ અમારા પરિવારની પ્રાઈવસીનું માન જાળવો. અધૂરી જાણકારીના આધારે સત્ય જાણ્યા વગર કોમેન્ટ કરવાનું પણ બંધ કરો.’

shilpa shetty

નિવેદનના અંતમાં શિલ્પાએ લખ્યું હતું કે, ‘હું એક કાયદાનું પાલન કરતી ભારતીય અને પાછલા 29 વર્ષથી કામ કરતી પ્રોફેશનલ મહિલા છું. લોકોએ મારી પર વિશ્વાસ મુક્યો છે અને મેં કદી કોઈનો વિશ્વાસ નથી તોડ્યો. તો હું તમને ખાસ નિવેદન કરૂ છું કે, મારા પરિવાર અને મારી પ્રાઈવસીના અધિકારનું સન્માન કરો અને હાલ અમને એકલા છોડી દો. અમને મીડિયા ટ્રાયલની જરૂર નથી. મહેરબાની કરીને કાયદાને તેનું કામ કરવા દો. સત્યમેવ જયતે.’

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!