અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પુત્ર બન્યો ‘ચેરબલી’, વીડિયોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી

આજનાં આધુનિક સમયમાં લોકો રૂબરૂ કરતા ઓનલાઈન વધારે મળે છે. જેમાં સેલિબ્રિટીઓ સહિત સામાન્ય લોકો પણ સોશ્યલ મીડિયાની પકડમાં છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાનાં સ્લીમ હોટ ફિગરને લઈને ચર્ચામાં રહે છે.

જો કે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સોશ્યલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. તેઓ પાતાની ખાસ પળોને કેમેરામાં કેદ કરીને ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી કુન્દ્રાનાં 6 વર્ષનાં પુત્ર  વિયાન નો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વિયાન ‘બાહુબલી’ની એક્ટિંગ કરતા નજરે પડે છે.

View this post on Instagram

Saturday Shenanigans🤦🏻‍♀😂😝 Dunno where he’s learning all this @rajkundra9, considering he hasn’t watch this movie!!! Is this what they call #genes😱Yeh vichitra maya…The background score is so apt matches my thought process 😅The funny thing is seeing him trying to #lipsync even when he doesnt know the song 😂🤣 My #babybali…🧿🧿🧿🧿 #saturday #son #genes #sonlove #gratitude #sonlove #mommywoes ………….. Repost from @rajkundra9 Move over #bahubali here comes #Chairbali 😂 @viaanrajkundra I wonder where he gets his acting keedha from @theshilpashetty hmmmm can’t stop laughing at this! #family #laughter #love #joys #life #bond #fatherson #son #action #hero #actor #genes

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

વાયરલ વીડિયોમાં વિયાન ફિલ્મ ‘બાહુબલી’નાં હિરો પ્રભાસની જેમ એક્સપ્રેશન આપવાની કોશિશ કરી રહ્યો છે, એટલું જ નહીં પરંતુ તે પ્રભાસની જેમ જોરદાર એક્ટિંગ કરતો દેખાય છે. વીડિયો બેકગ્રાઉન્ડમાં ‘બાહુબલી’ મુવીનું ગીત ચાલી રહ્યું છે અને વિયાન ખુરશીને ખભા પર ઉંચકી એક્ટ કરતા નજરે ચડે છે. થોડી વાર પછી વિયાન થાકી જાય છે અને ખુરશી નીચે પટકે છે. વિયાનનાં પિતા રાજ કુંદ્રાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે હેશટેગ ચેરબલી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને માત્ર બે દિવસમાં લગભગ 15 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter