GSTV

શિલ્પાના ફેન્સ માટે સારા સમાચાર, 12 વર્ષ પછી જોવા મળશે ફિલ્મી પડદે

12 વર્ષ પહેલા અપને અને લાઈફ ઈન એ મેટ્રોમાં છેલ્લી વાર પડદા પર લીડ રોલમાં જોવા મળી હતી શિલ્પા શેટ્ટી, હવે તે ફિલ્મોમાં ફરી જોવા મળશે. શિલ્પાએ જણાવ્યું છે કે તાજેતરમાં તેની પાસે સારી સ્ક્રીપ્ટો આવી છે અને તે જલદી જ તેની આવનારી ફિલ્મનું એલાન કરશે.

તેની ફિટનેસ અને ટીવી શોઝને કારણે ચર્ચામાં રહેવાનારી શિલ્પાએ 1993માં રિલીઝ થયેલી શાહરૂખ ખાન સાથેની ફિલ્મ બાઝિગરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એક એપની લોન્ચિંગ પર 44 વર્ષની શિલ્પાએ તેના કરિયરને લઈ ઘણી વાતો કરી અને તેણે એવી ફિલ્મોની વાત કરી જેમાં તેને સ્પેશિયલ અપીરયન્સ મળ્યો. શિલ્પાએ કહયું કે, હિન્દી ફિલ્મો સાથે મારો સંબંધ હજી છે અને મારી પાસે પાંચ સ્ક્રીપ્ટ છે જેને હું અત્યારે વાંચી રહી છું.

હું ફિલ્મોમાં અભિનય કરવા માગું છું અને તેમાંથી જે સ્ક્રીપ્ટ મને ગમશે, તે ફિલ્મથી જ નવી શરૂઆત કરીશ. આ કાર્યક્રમમાં શિલ્પાએ સ્વાસ્થ્યની બધી વાતો કરી અને યોગના આસન પણ કરીને બતાવ્યા. જણાવીએ કે શિલ્પા અત્યારે ટીવી રિયાલીટી શો સુપર ડાન્સ-3માં જજ તરીકે કામ કરી રહી છે.

23 જૂનના રોજ આ શોનું ફાઈનલ છે. આ શો પૂરો થયા બાદ જ શિલ્પા તેની આવનારી ફિલ્મની જાહેરાત કરશે. તેના સાથે કોરિયોગ્રાફર ગીતા કપૂર અને ડાયરેક્ટર અનુરાગ બાસુ જજ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં શિલ્પાએ તેના દીકરાનો વીડિયો શેર કર્યો હતો, તેમાં તેણે બોલિવૂડના એક્ટર ટાઈગર શ્રોફ સાથે એક્શન કરી હતી.

Read Also

Related posts

જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

Arohi

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

‘આ તો બિરિયાનીનો કમાલ છે…’ ઇશાંત શર્માએ માગી બૉલીંગ ટિપ્સ તો શમીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!