GSTV

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Last Updated on July 25, 2021 by Zainul Ansari

મુંબઈ પોલીસની પૂછપરછ પછી ઈડી રાજ કુંદ્રા વિરુદ્ધ મની લોન્ડ્રરિંગ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ 26 જુલાઈ પછી ગમે ત્યારે કેસ ફાઈલ કરી શકે છે. મુંબઈ પોલીસના પ્રોટોકોલ પ્રમાણ ઈડીને ફાઈનાન્શિયલ ઈરેગ્યુલારિટીઝ તપાસવા માટે સૂચન કરવામાં આવશે. તેમાં ફોરેન એક્સચેન્જ વાયોલેશન પણ સામેલ છે.

ED કેસ ફાઈલ કર્યા પછી તપાસ શરુ કર્યા પહેલાં મુંબઈ પોલીસ પાસેથી FIRની કોપી લેશે. પૂછપરછ શરુ કર્યા પહેલાં રાજ કુંદ્રા વિરુદ્ધ PMLA અને ફેમા હેઠળ સમન મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેને એપ પર રિલીઝ કરવાનાં આરોપ હેઠળ પોલીસ કસ્ટડીમાં છે. 27 જુલાઈ સુધી તે પોલીસ કસ્ટડીમાં છે. બીજી તરફ મુંબઈ પોલીસે શિલ્પાને ક્લીન ચીટ આપી છે કારણ કે પોર્ન રેકેટમાં તેની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

કુંદ્રાના ચાર કર્મચારી સરકારી સાક્ષી બનવા તૈયાર

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રાજ કુન્દ્રાની ઓફીસમાં કાર્યરત ચાર કર્મચારીઓ હવે સરકારી સાક્ષી બનવા માટે તૈયાર થયા છે. અને આ કાર્યનો પર્દાફાશ કરવામાં પોલીસની પણ મદદ કરશે. ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલની સામે આ ચારેય કર્મચારીઓએ મોટા રાઝ ખોલ્યા છે. સૂત્રોથી મળતી માહિતીમુજબ કેવી રીતે સમગ્ર રેકેટ ચાલતું હતું તેની પણ જાણકારી આપી છે.

માત્ર દોઢ વર્ષમાં અશ્લિલ વીડિયો દ્વારા અંદાજીત 25 કરોડ રૂપિયાની રાજ કુન્દ્રાએ કમાણી કરી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં રાજ કુન્દ્રાના કર્મચારીઓએ જણાવ્યું કે માત્ર દોઢ વર્ષમાં અશ્લીલ ફિલ્મ વીડિયો દ્વારા અંદાજીત 25 કરોડ રૂપિયાની રાજ કુન્દ્રાએ કમાણી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અશ્લીલ ફિલ્મ ફિલ્મો દ્વારા જે કમાણી થતી હતી તેપહેલા કેનેરિન કંપનીને મોકલવામાં આવતી હતી, અને પછી બીજા રસ્તે રાજકુન્દ્રા સુધી પહોંચતી હતી. હવે ક્રાઈમ બ્રાન્ચને એ શંકા છે કે બીજે રસ્તો ક્રિપ્ટો કરન્સીનો હોઈ શકે છે. પોલીસ હવે તેની તપાસ કરી રહી છે કે કયા રસ્તા દ્વારા પૈસા રાજ કુન્દ્રા સુધી પહોંચતા હતા.

એક બોક્સમાં 51 વીડિયોઝ પોલીસના હાથે લાગ્યા

ત્યારે બીજી તરફ કુન્દ્રાની સીક્રેટ તિજોરી માથી જે બોક્સ મળી આવ્યા છે, તેમાંથી એક બોક્સમાં 51 વીડિયોઝ પોલીસના હાથે લાગ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાના કર્મચારીઓએ જ પૂછપરછમાં જ ઓફિસની અંદર હાજર સિક્રેટ તિજોરીનો રાઝ ક્રાઈમબ્રાન્ચને જણાવ્યો હતો. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ શનિવારે જ કુન્દ્રાની ઓફીસમાં ફરીથી એક વખત દરોડા પાડ્યા હતા.

સરકારી સાક્ષી બનવા તૈયાર હતા તેવા કર્મચારીઓના જણાવ્યા અનુસાર અશ્લીલ ફિલ્મોથી થતી કમાણીના તમામ દસ્તાવેજો આ આલમારીમાં રાખેલા હતા. ગહાના વશિષ્ઠ અને ઉમેશ કામતની ધરપકડ થયા બાદ આજ રીતે તેમણે તમામ દસ્તાવેજોને આ કબાટમાં છુપાડી દીધા હતા. જેથી કરીને પોલીસના હાથે કંઈ લાગે નહી.

પોર્ન ફિલ્મ કેસમાં પકડાયેલા ઉદ્યોગપતિ અને બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુંદ્રાની પોલીસ કસ્ટડી અહીંની એક અદાલતે વધારી હતી. કોર્ટે કુંદ્રાની પોલીસ કસ્ટડી 27 જુલાઈ સુધી વધારતા હવે પોલીસ કુંદ્રાની આ કેસમાં વધુ પૂછપરછ કરી શકશે.

દરમ્યાન પોલીસે રાજ કુંદ્રા અને રાયન થોર્પના લેપટોપ જપ્ત કરી તેમાંથી વધુ વિગત મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સૂત્રોનુસાર પોલીસે રાજના લેપટોપમાંથી સેમબોક્સ નામના એક ફોલ્ડરમાંથી 48 જીબીનો ડેટા જપ્ત કર્યો હતો. આ ડેટામાં હોટશોટના 51 વીડિયો તેમજ કંપનીની એક એકાઉન્ટન્ટ મહિલા દરરોજનો નફો અને ખર્ચની વિગત આપતી તેની માહિતી મળી આવી છે.

આ કેસમાં પોલીસે સહકલાકારોના જવાબ પણ નોંધ્યા હતા અને જોઈ કોઈ યુવતી કે અન્ય કોઈ સાથે છેતરપિંડી થઈ હોય તો પોલીસનો સંપર્ક કરવાનું આહવાન પણ પોલીસે કહ્યું હતું.

શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી

રાજ

દરમ્યાન આજે મુંબઈની પોલીસની ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે કુંદ્રાના જુહુ ખાતેના બંગલો ‘કિનારા’માં છાપો માર્યો હતો અને પ્લાન- બી માટેની તૈયારીરૂપે ન્યુક્લિક્સ નામના નવા એપ માટે બનાવવામાં આવેલ એગ્રીમેન્ટ, મહત્ત્વના દસ્તાવેજ અને અમુક ગુમ થયેલ સીડી તેમજ 19 પોર્ન વીડિયો સંબંધિત સર્વરની પણ શોધ ચલાવી હતી. આ સમયે રાજ કુંદ્રા પણ હાજર હતો. અહીં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી

આ મામલે પોલીસ શિલ્પા શેટ્ટીના બેન્ક ખાતાની પણ તપાસ કરી શકે છે. આ ઉપરાંત પોલીસ એ પણ જાણવાની કોશિશ કરી રહી છે કે પૈસાનું ટ્રાન્ઝેકશન શિલ્પા શેટ્ટીના બેન્ક ખાતામાં પણ થયું છે કે નહીં?

બીજી તરફ પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા કુંદ્રાએ બોમ્બે હાઈકોર્ટમાં એક યાચિકા દાખલ કરી તેની ધરપકડ ગેરકાયદે હોવાનું જણાવ્યું હતું. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈના રોજ પોર્ન ફિલ્મનું રેકેટ ચલાવવાના આરોપસર ધરપકડ કરી હતી.

કુંદ્રા સામે આઈપીસીની વિવિધ કલમ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આજે શુક્રવારે તેને મેજીસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ અને તપાસ માટે કસ્ટડીનો સમય વધારી આપવાની માગણી કરી હતી તેથી આ કેસની ગંભીરતા ધ્યાનમાં રાખી કોર્ટે કુંદ્રાની પોલીસ કસ્ટડી 27 જુલાઈ સુધી વધારી હતી.

121 વીડિયો માટે રાજ કુંદ્રાએ 12 લાખ ડોલર નક્કી કર્યા હતા

રાજ કુંદ્રાના પોર્ન ફિલ્મ પ્રકરણની તપાસમાં દરરોજ નવા- નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ પ્રકરણે કુંદ્રાનું આંતરરાષ્ટ્રીય કનેકશન પણ ધીરે- ધીરે બહાર આવી રહ્યું છે. મુંબઈ પોલીસે એવો દાવો કર્યો હતો કે એક વોટ્સએપ ચેટના માધ્યમથી તેમને જાણવા મળ્યું છે કે કુંદ્રા 121 વીડિયોનો સોદો 12 લાખ અમેરિકી ડોલરમાં કરવા માગતો હતો. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં ઘણા મહત્ત્વના પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!