GSTV

ક્રૂઝ પર ઉભી રહીને પોઝ આપી રહી હતી શિલ્પા શેટ્ટી, ooPs મોમેન્ટનો શિકાર થતાં-થતાં બચી

Last Updated on July 24, 2019 by

શિલ્પા શેટ્ટી આજકાલ પરિવાર સાથે હોલિડે મનાવી રહી છે. હોલિડે મનાવી રહેલી શિલ્પા શેટ્ટીના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં સાથે તેની બહેન પણ જોવા મળે છે. ફિટનેસનું ધ્યાન રાખનારી શિલ્પા ભલે ટ્રીપ પર હોય પરંતુ એક્સરસાઈઝ અને ડાયેટનું ધ્યાન રાખવાનું ભૂલતું નથી.

હોલિડે દરમિયાન તે એક ક્રૂઝ પર પહોંચી હતી અને તેનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં શિલ્પા ક્રૂઝ પર હવાની મજા લઈ રહી હતી અને પોઝ આપી રહી છે ત્યારે જ તેનો ડ્રેસ હવોમાં ઉડવા લાગે છે. શિલ્પાએ તેનો ડ્રેસ તરત સંભાળી લીધો હતો. વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું કે,’આ મારી મર્લિન મોમેન્ટ છે’. આ વીડિયોને જુઓ અને આ લખવા પાછળનું કારણ તમને સમજાય જશે. શિલ્પાએ તોજેતરમાં જ સુપર ડાન્સર ચેપ્ટર 3નું શૂટિંગ પૂરું કર્યું છે.

જેના પછી તે પરિવાર સાથે રજાઓ માણવા યુરોપ પહોંચી ગઈ હતી. રજા એન્જોય કરી રહેલી શિલ્પા શેટ્ટીએ વારંવાર ત્યાંના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. શિલ્પાએ પતિ રાજ કુંદ્રાને કિસ કરતો એક વીડિયો શેર કર્યો હતો, તે વીડિયોમાં શિલ્પા પતિને લંડનના રસ્તા પર કિસ કરતી જોવા મળી હતી.

પતિ સાથે આ વીડિયો શેર કરતાં શિલ્પાએ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની ફિલ્મ હમનું ‘જુમ્મા જુમ્મા દે દે’ કેપ્શનમાં લખ્યું હતું.

એ ઉપરાતં પણ શિલ્પાએ ફોટો શેર કર્યો હતો, જેમાં તે પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકર સાથે જોવા મળી હતી. આ ફોટા સાથે તેણે કેપ્શન આપ્યું હતું, ‘ગરમીઓની પાર્ટી, સિમ કંવર અને નીરજ કંવર તમે બંને બેસ્ટ હોસ્ટ છો.’ દર વર્ષ સચિન તેંડુલકર સાથે તસવીર શેર કરવી એક પરંપરા બની ગઈ છે. લાંબા સમય પછી શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં કમબેક કરી રહી છે.

Read Also

Related posts

આરોગ્ય/ સવારે ઉઠતા વેંત ચા પીવાની છે આદત? આ નુકસાન જાણશો તો તરત જ છોડી દેશો આદત

Bansari

50 હજાર રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, 5 લાખ સુધી થશે કમાણી; સરકાર આપશે 40% સબસિડી

Damini Patel

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!