GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

શિલ્પા શેટ્ટીએ જણાવ્યો તેનો ફિટનેસ મંત્ર, આ રીતે કર્યું હતું 32 કિલો વજન ઓછું

બોલિવૂડમાં શિલ્પા શેટ્ટી જેટલી ફિટ છે તેટલી ખૂબસૂરત પણ લાગી રહી છે. ઉંમરની સાથે તેની ખૂબસૂરતી દિવસેને દિવસે વધતી જાય છે. 43 વર્ષે પણ તેની ફિટનેસ અને ખૂબસૂરતીમાં કોઈ કમી નથી આવી રહી. ફિટનેસની બાબતમાં તેના ફેન્સ માટે તે આદર્શ ઉદાહરણ છે. તે યોગ, ફિગર અને ફિટનેસને લઈ તે દુનિયાભરમાં તેની એક ઓળખ બનાવી ચૂકી છે.

તે હંમેશાં એક સ્લોગન પર જોર આપે છે યોગ સે હી હોગા. શિલ્પાએ દીકરાના જન્મ પછી ચાર મહિનામાં 32 કિલો વજન ઓછું કર્યું હતું. યોગ સાથે તે પોતાના ખાવા પિવાનું પણ ધ્યાન રાખતી હતી. પોતાના શરીરને ફિટ રાખવા માટે 30 ટકા યોગ અને 70 ટકા જમવા પર ધ્યાન આપવું જરૂરી છે. તમે યોગ સાથે શું જમી રહ્યા છો તે બહુ જરૂરી છે. શિલ્પા કહે છે કે હંમેશાં બધા મારી પાસેથી હું શું જમું છું તે જાણવા માગે છે. કેટલું વર્કઆઉટ કરું છું. હંમેશાં યોગને શ્રેય આપું છું અને હેલ્ધી લાઈફસ્ટાઈલને.

તે ડાયેટિંગને ક્યારેય મહત્વ નથી આપતી. અને તેના પર વિશ્વાસ પણ નથી કરતી. તે હેલ્ધી અને સંયમિત ડાયેટ લે છે. પ્રોટીન યુક્ત અને કાબોહાઈડ્રેટ જમવાનું વધુ પસંદ કરે છે, જેમ કે બ્રાઉન બ્રેડ, બ્રાઉન રાઈસ વગેરે….તે સવારે નાસ્તામાં ઘઉંની આઈટમ અને ચા પીવે છે. ત્યારબાદ તે યોગ કરે છે. યોગ કર્યા પછી તે પ્રોટીન શેક, ખજૂર અને આઠ દ્રાક્ષ ખાય છે. બપોરે ઘી લગાવેલી રોટલી, શાક અને દાળ ખાય છે, મીઠામાં ચોકલેટ અને કુલ્ફી લેવાનું પસંદ કરે છે.

તે પ્રોટિન શેક પર વધુ ધ્યાન આપે છે અને ચાથી બનાવેલી ગ્રીન-ટી પીવે છે. શિલ્પા વીકમાં 6 દિવસ હેલ્ધી જમવાનું પસંદ કરે છે જે શુદ્ધ શાકાહરી હોય છે. શિલ્પા રાત્રે આઠ વાગ્યા પછી જમવાનું જમતી નથી. રવિવારે તે કોઈ ડાયેટ ફોલો નથી કરતી. તે આ દિવસે તેની પસંદનું ખાવાનું ખાય છે.

Read Also

Related posts

ચેતજો! રેલવેમાં ભરતીનાં નામે થઈ રહી છે ખોટી જાહેરાતો, રેલવેએ આ એજન્સી સામે શરૂ કરી કાર્યવાહી

Mansi Patel

હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છો? તો ડાયેટમાં સામેલ કરો આ 4 વસ્તુઓ કંટ્રોલમાં રહેશે BP

Mansi Patel

મોદી સરકારની મદદથી શરૂ કરો આ શાનદાર બિઝનેસ, દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!