GSTV
Home » News » Video:અરેરે…એવું તો શું જોયું કે ઉડી ગયાં શિલ્પા શેટ્ટીના હોશ, સીધી સ્ટેજ પરથી થઇ ગઇ ધડામ

Video:અરેરે…એવું તો શું જોયું કે ઉડી ગયાં શિલ્પા શેટ્ટીના હોશ, સીધી સ્ટેજ પરથી થઇ ગઇ ધડામ

ટેલિવીઝન રિયાલીટી શૉ સુપર ડાન્સર ચેપ્ટર 3માં રવિવારનો દિવસખૂબ જ ખાસ રહ્યો. લિટલ માસ્ટર્સે એક બાદ એક શાનદાર પર્ફોર્મન્સ આપી પરંતુ તેની અસર શૉની જજ શિલ્પા શેટ્ટી પર જબરદસ્ત જોવા મળી. એક પર્ફોર્મન્સ તો એવી હતી જેને જોયા બાદ ભયભીત થયેલી શિલ્પા સ્ટેજ પરથી જ પડી ગઇ.

હકીકતમાં ડાન્સ શૉમાં નેહા કક્કડ ગેસ્ટ જજ તરીકે આવી હતી તેથી નેહાના સૉન્ગ પર બાળકોએ ખાસ પર્ફોર્મન્સ તૈયાર કર્યુ હતું. તેમાંથી એક હૉરર પરફોર્મન્સ હતુ. જેવી શરૂઆત થઇ શિલ્પા કંઇ સમજી ન શકી. પરંતુ થોડી જ વારમાં શિલ્પાની હાલત ખરાબ થઇ ગઇ. પર્ફોર્મન્સ પુરી થવા સુધી શિલ્પાના જાણે કે હોશ ઉડી ગયાં હતા. પર્ફોર્મન્સ વિશે જ્યારે શિલ્પાને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મારી તો બોલતી બંધ થઇ ગઇ છે.

શિલ્પાએ ઉભા થઇને બાળકોનો ઉત્સાહ વધાર્યો પરંતુ જ્યારે શિલ્પા પર્ફોર્ન્સ વિશે ડિટેલમાં ઉભા થઇને જણાવી રહી હતી ત્યારે જ એક કન્ટેસ્ટન્ટે શિલ્પાને પાછળથી આવીને ડરાવી દીધી. શિલ્પા પહેલાંથી જ હૉરર પર્ફોર્મન્સના કારણે ભયભીત હતી અને જ્યારે તેની સાથે આ મજાક કરવામાં આવી તો તે પોતાની જાતને સંભાળી ન શકી અને શિલ્પા ખુરશી પર બેસવાના બદલે જમની પર પડી ગઇ.

આ જોઇને સૌકોઇ ડરી ગયાં હતા પરંતુ શિલ્પાને સંભાળતા અનુરાગ બસુએ કહ્યું હતું કે, બધુ બરારબર છે. જો કે શિલ્પા સાથે મસ્તી કરનાર કન્ટેસ્ટન્ટે તેની માફી માગી અને શિલ્પાએ હસતા તેની ક્લાસ પણ લગાવી દીધી.

શિલ્પાએ કહ્યું કે જે થયું તે બરાબર છે પરંતુ આજે જે હૉરર પર્ફોર્મન્સ મે જોઇ તેની પહેલા ક્યારેય નથી જોઇ. નેહા કક્કડે પણ માન્યુ કે આવી હોરર પર્ફોર્મન્સ તેણે પહેલાં ક્યાય નથી જોઇ.

Read Also

Related posts

ઓરિસ્સામાં મત ગણતરી શરૂ થતા પહેલા કોંગ્રેસના ઉમેદવાર પર જીવલેણ હુમલો, હાલત ગંભીર

Mansi Patel

જીત તરફ આગળ વધી રહેલ સની દેઓલને જોતાં ફેન્સ જબરજસ્ત ઉત્સાહમાં, વાયરલ થઈ રહ્યાં છે Memes

NIsha Patel

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના પાસા પડ્યા અવળા, પ્રિયંકાનો માસ્ટરસ્ટ્રોક ના ચાલ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!