GSTV

મુશ્કેલી વધી / ‘સુપર ડાન્સર’ના શૂટિંગ સેટ પર ન પહોંચી શિલ્પા શેટ્ટી, થઇ શકે છે પૂછપરછ: ચેનલને બ્રાન્ડની ચિંતા

Last Updated on July 20, 2021 by Zainul Ansari

રાજ કુન્દ્રાની સોમવારે મોડી રાત્રે પોર્ન ફિલ્મોના વેપાર મામલે થયેલી ધરપકડ પછી શિપ્લા શેટ્ટી મંગળવારે તેની ટીવી રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ની શૂટિંગ પર નથી પહોંચી. રિપોર્ટ મુજબ શોની શૂટિંગ માટે શિલ્પા શેટ્ટીને દિવસની શિફ્ટમાં પહોંચવાનું હતું અને કેટલાક કલાક સુધી તેમની રાહ પણ જોવાઇ હતી. આગામી એપિસોડ માટે આ શૂટિંગ થવાની હતી, જોકે આ અઠવાડિયે શિલ્પા શેટ્ટી શોમાં નજર નહીં આવે.

શિલ્પા શેટ્ટી 14 વર્ષ પછી ફિલ્મ ‘હંગામા 2’ દ્વારા આ અઠવાડિયા ફિલ્મી પડદે પરત ફરી રહી છે. તેની વધુ એક ફિલ્મ ‘નિકમ્મા’ની શૂટિંગ પણ પૂરી થઇ ચુકી છે. તેમાંથી પહેલી ફિલ્મ વીનસ ટેપ્સ એન્ડ રિકોર્ડ્સ નામની મ્યૂઝિક કંપનીના માલિકોમાંથી એક રતન જૈન બનાવી રહ્યું છે, જ્યારે બીજી ફિલ્મનું નિર્માણ સોની પિક્ચર્સ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મોના વેપારના મામલે ધરપકડ થયા પછી તમામ મીડિયાવાળા મંગળવારે સવારે જ ફિલ્મ સિટી પહોંચી ગયા હતા.

ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ના સેટ પરથી મળતી માહિતી મુજબ શિલ્પા શેટ્ટી મંગળવારે શૂટિંગ કરવા નથી પહોંચી. તે કેમ સેટ પર નથી પહોંચી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરવામાં નથી આવ્યું. રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફી સાથે જોડાતા સોની ચેનલ તેના પત્ની અને બાળકોને દૂર રાખવામાં જ ફાયદો માની રહ્યો છે. તેને જોતા જ શિલ્પા શેટ્ટી શોની શૂટિંગમાં સામેલ નથી થઇ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ મુંબઈ પોલીસ રાજ કુન્દ્રાના મામલામાં શિલ્પા શેટ્ટી સાથે પૂછપરછ કરશે. જે એપના મામલે રાજ કુન્દ્રાની ધરપકડ કરાઇ છે, તેની બ્રાન્ડ એમ્બેસેડર પણ શિલ્પા શેટ્ટી છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના નવા કાયદા મુજબ કોઇ પણ પ્રોડક્ટને લઇને આવતી ફરિયાદ માટે હવે બ્રાન્ડ એમ્બેસેડર વિરુદ્ધ પણ કાયદાકિય કાર્યવાહી થઇ શકે છે.

Read Also

Related posts

ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકર આવતી કાલે વિધિવત રીતે ચાર્જ સંભાળશે, આજે ગુજરાતમાં આગમન

Dhruv Brahmbhatt

ફાયદો જ ફાયદો/ આ બિઝનેસ કરીને દર મહિને થશે 1 લાખ રૂપિયાની કમાણી, સરકાર પણ કરશે આર્થિક મદદ

Bansari

ખરાબ સમય / અશ્લીલ ફિલ્મોમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પ્રથમ વાર આવ્યું શિલ્પા શેટ્ટીનું નિવેદન, જાણી લો શું કર્યા ખુલાસા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!