GSTV
Home » News » ધવનને દેખાડાયો બહારનો રસ્તો, બોલિવૂડની આ ટોપની હિરોઈન છે આ માટે જવાબદાર

ધવનને દેખાડાયો બહારનો રસ્તો, બોલિવૂડની આ ટોપની હિરોઈન છે આ માટે જવાબદાર

ભારતીય ટીમના મુખ્ય બેટ્સમેન શિખર ધવનને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં બહારનો રસ્તો દેખાડવાનુ મુખ્ય કારણ સામે આવ્યું છે. એશિયા કપ 2018માં મેન ઑફ ધ સીરીઝ રહી ચૂકેલા ધવનને બહાર કરવા માટે કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની ભૂમિકા જણાવાઈ રહી છે.

દૈનિક જાગરણના રિપોર્ટ મુજબ, ઈંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને ધવનની પત્ની આયશા મુખર્જી વચ્ચે વિવાદ થયો હતો, ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વચ્ચે ચર્ચા શરૂ થઈ કે શિખર ધવનને ટૂંક સમયમાં ટીમમાંથી બહારનો રસ્તો દેખાડાશે. જોકે, ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ શિખર ધવનને એશિયા કપમાં સુવર્ણ તક મળી હતી, જ્યાં તેણે બે સદીની મદદથી 342 રન બનાવ્યાં અને મેન ઑફ ધ સીરીઝ પણ રહ્યો. પરંતુ ત્યારબાદ વિન્ડિઝ સામે તેમણે ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો નહીં.

ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે ભારતીય ટીમના સભ્ય તરીકે રહેનારા એક ખેલાડીએ જણાવ્યું કે ટીમમાં અત્યારે કંઈ પણ બરાબર ચાલી રહ્યું નથી. ભારતીય ટીમના ક્રિકેટરોને અનુષ્કાનો હલ્તક્ષેપ ગમતો નથી. ક્રિકેટરે ખુલાસો કર્યો કે અનુષ્કા શર્મા ક્યારેક બેટ્સમેનો માટે યોજાતી બેઠકમાં પણ ઉપસ્થિત રહે છે.

ભારતીય ટીમના સભ્યએ કહ્યું કે ધવન અને કોહલીની પત્નિ નિશ્ચિતપણે સારી બહેનપણીઓ હતી. પરંતુ ઈંગ્લેન્ડમાં અનુષ્કાએ આયશાને તેના પરિવાર અંગે સલાહ આપી જે આયશાને ગમ્યુ નહીં. તેણીએ અનુષ્કાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે તેઓ મારા પરિવારમાં કોઈ સલાહ આપે નહીં. ત્યારબાદ બંનેની મિત્રતામાં તિરાડ પડી અને બંનેના રસ્તા પણ અલગ થઈ ગયાં.

ટીમ ઈન્ડિયાના કેટલાંક સભ્યોને આ વાતની ભાળ મળી કે અનુષ્કા-આયશા વચ્ચે વિવાદ થયો છે અને પછી ટીમમાં ચર્ચાએ જોર પકડ્યુ કે ટૂંક સમયમાં ધવનને ટીમમાંથી બહારનો રસ્તો બતાવાશે. હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ધવનનો સમાવેશ કરાયો નથી. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જેને ધ્યાનમાં રાખી વિન્ડિઝ સામે ટેસ્ટ સીરીઝ ‘ડમી ટેસ્ટ’ માનવામાં આવી રહી છે.

શિખર ધવન જે રીતે ફોર્મમાં છે, તે જોઈને અંદાજ લગાવાયો હતો કે વિન્ડિઝ સામે તેમણે વધારે રન બનાવ્યા હોત અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે તેમણે દાવો રજૂ કર્યો હોત, તેથી તેમણે વધુ જાણકારી માટે વિરાટનો સંપર્ક કર્યો હતો પરંતુ વિરાટ તરફથી કોઈ જવાબ આવ્યો નહીં.

Related posts

રોહિત શર્માએ શિખર ધવનનો ઊંઘમાં બડબડતો વીડિયો કર્યો શેર, જોઈને પેટ પકડી હસુ આવશે ગેરેન્ટી

Dharika Jansari

વાયરલ TikTok વીડિયો: લગ્નનું સર્ટિફિકેટ લઈને ઝહેર લેવા પહોંચ્યો વ્યક્તિ, પછી જે થયું….

NIsha Patel

સુરતના હિરાના વેપારીઓ માટે આખરે GST ખુશખબર લઈને આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!