GSTV
Gujarat Government Advertisement

શિખર ધવને સિક્સરોની સદી પૂરી કરી, IPLનો 20મો બેટ્સમેન બની ગયો

Last Updated on October 12, 2020 by Mansi Patel

IPLની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ તેની રોમાંચકતા માટે તો જાણીતી છે જ પરંતુ સાથે સાથે તે વિવિદ રેકોર્ડ માટે પણ જાણીતી છે. દરેક ફેન્સ તેમની ટીમને સપોર્ટ કરતો હોય છે એવી જ રીતે પોતાના ફેવરિટ બેટ્સમેન કે બોલરના વિવિધ રેકોર્ડ પર પણ તેની નજર હોય છે. આવો જ એક રેકોર્ડ દિલ્હી કેપિટલ્સની ટીમના આધારભૂત ઓપનર અને ભારતના આક્રમક બેટ્સમેન શિખર ધવને રવિવારે હાંસલ કર્યો હતો.

શિખર ધવને રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં શાનદાર 69 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન તેણે એક સિક્સર ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સની 20 ઓવરની ઇનિંગ્સમાં 158 રનના સ્કોરમાં આ એક માત્ર સિક્સર હતી પરંતુ ધવનની કરિયર માટે તે અત્યંત મહત્વની સિક્સર હતી. આ સાથે તેણે આઇપીએલમાં પોતાની 100 સિક્સર પૂરી કરી હતી. આમ કરનારો તે ભારતનો 12મો બેટ્સમેન બની ગયો છે.

આઇપીએલનો પ્રારંભ 2008માં થયો હતો અને ત્યારથી 2020 સુધીમાં ધવન સહિત 20 બેટ્સમેન આ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં 100 કે તેથી વધુ સિક્સર ફટકારી શકયા છે જેમાં સ્વાભાવિકપણે જ ક્રિસ ગેઇલ મોખરે છે. તેણે 326 સિક્સર ફટકારી છે. શિખર ધવન તેની 166મી મેચ રમી રહ્યો હતો જેમાં તેણે 100 સિક્સર ફટકારી છે જ્યારે ક્રિસ ગેઇલ 124 મેચમાં જ 326 સિક્સર ફટકારી ચૂક્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ક્રિકેટ: ભારતના શ્રીલંકા પ્રવાસ પર રાહુલ દ્રવિડ બની શકે છે ટીમ ઇન્ડિયાના કોચ

Pritesh Mehta

ફટકો / IPL 14ની બાકીની મેચો નહીં રમી શકે ઇંગ્લેન્ડના ખેલાડીઓ, ઇંગ્લેન્ડ ક્રિકેટે આપ્યું આ કારણ

Bansari

ગુજરાતના આ ફાસ્ટ બોલરના પિતાને ભરખી ગયો કોરોના, ડાબોડી બોલર IPLમાં રાજસ્થાન ટીમનો સભ્ય

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!