GSTV

ધવને સર કર્યો વધુ એક ‘શિખર’, વન-ડેમાં આ રેકોર્ડ સાથે ‘ગબ્બરે’ કરી બ્રાયન લારાની બરાબરી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નેપિયરમાં પાંચ મેચની વન ડે સીરીઝની પહેલી મેચ રમાઇ રહી છે. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 157 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ભારતીય બોલરમાં કુલદીપ યાદવે સૌથી વધારે ચાર વિકેટ લીધી છે. સાથે જ ઓપનર શિખર ધવને આ મેચમાં એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે.

ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વન ડેમાં બેટિંગ કરતાં શિખર ધવને પોતાની વન ડે કરિયરમાં 5 હજાર રન પૂરા કર્યા છે. શિખર ધવને 118 ઇનિંગ્સ દરમિયાન પોતાની વન ડે કરિયરમાં 5 હજાર રન પૂરા કર્યા છે.

આ સાથે જ શિખર ધવને મહાન કેરેબિયન ખેલાડી બ્રાયન લારાની બરાબરી કરી લીધી છે. બ્રાયન લારાએ પોતાના વન ડે 5000 રન 118 ઇનિંગ્સમાં પૂરા કર્યા હતા. જો કે આ મામલે શિખર ધવન વિરાટ કોહલીથી થોડો પાછળ રહી ગયો છે. વિરાટ કોહલીએ ફક્ત 114 ઇનિંગ્સમાં 5 હજાર રન પૂરા કર્યા હતા.

વન ડેમાં સૌથી ફાસ્ટ 5 હજાર રન બનાવવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ઓપનર હાશિમ અમલાના નામે છે. હાશિમે ફક્ત 101 ઇનિંગ્સમાં જ 5 હજાર રન પૂરા કર્યા હતા. તે બાદ કોહલી અને વિવ રિચર્ડ્ઝનો નંબર આવે છે. બંનેએ ફક્ત 114 ઇનિંગ્સમાં 5 હજાર રન પૂરા કર્યા હતા.

Read Also

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!