GSTV
Home » News » શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર, આ ખેલાડીને મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન

શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર, આ ખેલાડીને મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. ભારતના ઓપનર શિખર ધવન ઇજાગ્રસ્ત થવાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે. ધવનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં પેન્ટ કમિન્સનો બોલ વાગવાથી અંગૂઠામાં ઇજા થઇ હતી.

Shikhar Dhawan

શિખર ધવનની ઇજા પર ટીમ ઇન્ડિયા તરફથી નિવેદન આવ્યું છે કે તે ટૂર્નામેન્ટની અંતિમ લીગ મેચ સુધી ફિટ થઇ શકે છે પરંતુ હવે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. હવે શિખર ધવનના સ્થાને ઋષભ પંતને સામેલ કરવામાં આવ્યો છે.

એક્સ-રેમાં ફ્રેક્ચર નથી આવ્યું પરંતુ સીટી સ્કેનથી તે સ્પષ્ટ થઇ ગયું છે કે ધવનને હેરલાઇન ફ્રેક્ચર છે. યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પહેલાં જ ધવનના કવર તરીકે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યો છે. તે માનચેસ્ટર પહોંચ્યો હતો અને પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં જ ટીમ સાથે જોડાઇ ગયો હતો.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વર્લ્ડ કપ 2019માંથી બહાર થઇ ગયો છે કારણ કે તે ટૂર્નામેન્ટના બાકી બચેલા સમયમાં ફિટ નહી થઇ શકે. ધવન હવે અંગૂઠાની ઇજાના કારણે આશરે બે અઠવાડિયા માટે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે પરંતુ તે હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ થયો નથી.

Read Also

Related posts

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!