કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે હવાઈ મુસાફરીમાં શીખ મુસાફરોને મોટી રાહત આપી છે. શીખ મુસાફરો કિરપાન સાથે મુસાફરી કરી શકશે. આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કિરપાનના બ્લેડની લંબાઈ 15.24 સેમીથી વધુ ન હોવી જોઈએ અને કિરપાનની કુલ લંબાઈ 22.86 સેમીથી વધુ ન હોવી જોઈએ. મંત્રાલયે કહ્યું છે કે શીખ મુસાફરોને માત્ર સ્થાનિક ટર્મિનલથી સંચાલિત ભારતીય વિમાનમાં મુસાફરી કરવાની આ પરવાનગી મળી છે.

Kirpan may be carried by a Sikh pax,on his person, provided length of blade doesn't exceed 15.24 cms & total length of Kirpan doesn't exceed 22.86 cms. Allowed while traveling on Indian aircraft within India operating from Domestic Terminals only:Bureau of Civil Aviation Security pic.twitter.com/NZXAyqs3Up
— ANI (@ANI) March 14, 2022
થોડાક દિવસો પહેલા, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ ભારતના એરપોર્ટ પર કામ કરતા શીખ કર્મચારીઓને કિરપાન પહેરવા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયની સખ્ત નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા તાજેતરમાં જારી કરાયેલા નોટિફિકેશનમાં શીખ કર્મચારીઓને એરપોર્ટની અંદર કિરપાન પહેરવાથી રોકવામાં આવ્યા છે, જે શીખ સપ્રદાયની સાથે ધક્કેશાહી છે.

સરકારના નિર્ણયની સખ્ત નિંદા થઈ હતી
એડવોકેટ ધામીએ શીખ યાત્રિકો દ્વારા કિરપાનના ઉપયોગ પર પ્રતિબંધના નિર્ણય અંગે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર પણ મોકલ્યો હતો. આ પત્રમાં સરકારના નોટિફિકેશનને સખ્ત શબ્દોમાં વખોડીને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ. તેમણે કહ્યું કે આ તેમના જ દેશમાં શીખોની ધાર્મિક સ્વતંત્રતા પર મોટો હુમલો છે, તેને કોઈપણ કિંમતે લાગુ થવા દેવામાં આવશે નહીં.
READ ALSO
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ
- Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ
- ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ
- સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી