GSTV
Home » News » શિકાગોમાં આયોજીત સંમેલનમાં વિશ્વ હિન્દુ કોંગ્રેસનું રઘુરામ રાજનને આમંત્રણ

શિકાગોમાં આયોજીત સંમેલનમાં વિશ્વ હિન્દુ કોંગ્રેસનું રઘુરામ રાજનને આમંત્રણ

raghuram rajan recent award

હિન્દુ કોંગ્રેસના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના આમંત્રણ પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે તુતુ-મેં-મે ચાલે છે. તેવામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આ કાર્યક્રમમાં સંબોધન માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો વાળા સંઘ પરિવારે શિકાગોમાં આયોજિત થનારા વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં સંબોધન માટે રઘુરામ રાજનને આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમ સપ્ટેમ્બર મહિનામાં વિવેકાનંદની શિકાગો યાત્રાના 125 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કરવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદે 11 સપ્ટેમ્બર 1893ના દિવસે શિકારોની વિશ્વ ધર્મ સંસદમાં સંબોધન કર્યુ હતુ ત્યારે વિશ્વ હિન્દુ કોંગ્રેસનું સંમેલન પણ સાતથી 9 તારીખ સુધી શિકાગોમાં આયોજિત થવાનું છે.

રઘુરામ રાજનને આમંત્રણનું શું છે મહત્વ?

રઘુરામ રાજનને આમંત્રણનો નિર્ણય એટલા માટે મહત્વપૂર્ણ બની જાય છે કે કારણ કે જ્યારે તેઓ રિઝર્વ બેન્કના ગર્વનર હતા.ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક નેતાઓએ તેમની નીતિની આલોચના કરી હતી. તેઓ બીજા કાર્યકાળ માટે તૈયાર હતા.પરંતુ તે માટે સરકાર તરફથી કોઈ પ્રસ્તાવ આપવામાં આવ્યો ન હતો. રઘુરામ રાજન પણ સપ્ટેમ્બર 2016માં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરીને શિકાગો વિશ્વ વિદ્યાલયમાં પરત ફર્યા હતા.

વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં કોણ છે ઉપસ્થિત

દર ચાર વર્ષે એક વખત આયોજિત થતા સમારોહમાં આમંત્રિત મહેમાનોમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત તિબ્બતના આધ્યાત્મિક નેતા દલાઈ લામા-યુપીના સીએમ યોગી આદિત્યનાથ-હોલિવુડ અભિનેતા રિચર્ડ ગેરે અને અમેરિકી મહિલા સાંસદ તુલસી ગબ્બાર્ડ સામેલ છે.

શું છે વિશ્વ હિન્દુ કોંગ્રેસ મંચ?

વિશ્વ હિન્દુ કોંગ્રેસ હિન્દુઓને જોડવા-વિચાર પ્રસાર કરવા અને એકબીજાને પ્રેરિત કરવા માટે તેમજ સૌના ભલા માટેનો વૈશ્વિક મંચ છે. નવેમ્બર 2014માં વિશ્વ હિન્દુ કોંગ્રેસનું દિલ્હીમાં સંમેલન યોજાયુ હતુ.અને ચાર વર્ષ બાદ આ વખતે શિકાગોમાં વિશ્વ હિન્દુ કોંગ્રેસનું સંમલેન યોજાઈ રહ્યું છે.

Related posts

ઓગષ્ટમાં Reliance Jio એ જોડ્યાં 84 લાખ નવા યૂઝર, વોડાફોન-એરટેલે ખોયા લાખો યૂઝર્સ

Kaushik Bavishi

જૂની વાતનું મનદુખ રાખી સરપંચના પતિ અને પુત્ર પર જીવલેણ હુમલો

Nilesh Jethva

જો RCEP લાગુ પડશે તો ભારતમાં ડેરી ઉધોગ ૨૦ વર્ષ પાછળ ધકેલાશે, પશુપાલકો થશે બરબાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!