બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો દિવસેને દિવસે જટિલ બની રહ્યો છે. સીબીઆઈ આ કેસની તપાસમાં સંપૂર્ણ રીતે સામેલ છે. જ્યારે આ કેસમાં ડ્રગ્સ કનેક્શન પણ બહાર આવી રહ્યું છે. તે જ સમયે આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી પર વિવિધ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોકે, હવે સુશાંતસિંહ રાજપૂત કેસ અંગે બોલિવૂડના સેલેબ્સ રિયા ચક્રવર્તીના સમર્થનમાં બહાર આવી રહ્યા છે. તાજેતરમાં એમટીવી વીજે અને અભિનેત્રી શિબાની દાંડેકરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિયાને ટેકો આપતી એક પોસ્ટ લખી છે.
શિબાની દાંડેકરે રિયા માટે લખી ઇમોશનલ પોસ્ટ
શિબાની દાંડેકરે રિયા ચક્રવર્તી વિશે એક ભાવનાત્મક પોસ્ટ લખી છે, જેમાં તેણે કહ્યું હતું કે, હું રિયા ચક્રવર્તીને ત્યારથી ઓળખું છું, જયારે તે 16 વર્ષની હતી. તેજસ્વી, મજબૂત અને હંમેશા ચમકતી જે સંપૂર્ણ રીતે જીવનથી ભરેલી હતી.
શિબાનીએ લખ્યુ કે મે છેલ્લા કેટલાક મહિનામાં તેના વ્યક્તિત્વને બદલાતા જોયું છે. તે અને તેનો પરિવાર અત્યારે સૌથી અકલ્પનીય ટ્રોમામાંથી પસાર થઇ રહ્યા છે. અમે જોયું છે કે મીડિયા સંપૂર્ણપણે ગીધની જેમ વર્તી રહી છે, જેમ તે ચૂડેલની શોધમાં હોય. એક નિર્દોષ પરિવાર સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.’

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર વધુમાં કહ્યું હતું કે, ‘તેના મૂળભૂત માનવાધિકાર છીનવાઈ ગયા છે. મીડિયા ન્યાયાધીશ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા નિભાવી રહી છે. આપણે પત્રકારત્વના મૃત્યુ અને માનવતાના ભયાનક પક્ષને જોયો છે. તેનો ગુનો શું હતો? તેણે એક છોકરાને પ્રેમ કર્યો હતો, તેના ખરાબ દિવસોમાં તેની સંભાળ રાખી હતી. તેણે આ જ કારણે પોતાની જીંદગી હોલ્ડ પર રાખી દીધી હતી અને જયારે તેણે પોતાનો જીવ લઇ લીધો ત્યારે તેને ફાંસી પર ચઢાવી દેવામાં આવી. આપણે શું બની ગયા છીએ. મેં જોયું કે તેની માતાના આરોગ્યને કેવી માઠી અસર પડી છે. તેના પિતા પર કેવો પ્રભાવ પડી રહ્યો છે, જેમણે આ દેશની સેવામાં 20 વર્ષ આપ્યા છે. તેનો ભાઈ કેટલો ઝડપથી મોટો થયો અને તેને કેટલું મજબૂત બની જવું પડ્યું. મારી રિયા, તું જ શક્તિનો આધારસ્તંભ છે. માફ કર કે તમારે આ બધામાંથી પસાર થવું પડી રહ્યું છે. હું હંમેશા તમારી સાથે રહીશ.’
Read Also
- TCS એ રચ્યો ઈતિહાસ, આ દિગ્ગજ કંપનીને પછાડી બની દુનિયાની સૌથી મોટી આઈટી કંપની
- હવે રોજના માત્ર 50 રૂપિયા બચાવી આપ પણ થઇ શકો છો કરોડપતિ, બસ કરવું પડશે આ કામ
- બિગબોસમાં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અભિનેત્રીએ કરી લીધી આત્મહત્યા, ફાંસો લગાવી આપી દીધો જીવ
- દુશ્મનના નાકે દમ લાવી દે છે આ સ્વદેશી ફાઇટર પ્લેન, જાણો શું છે ખાસિયતો સ્વદેશી તેજસની
- Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત