ફરહાન અખ્તર અને શિવાની બન્યા ચર્ચાનું કેન્દ્ર, કર્યો મોટો ખુલાસો

બોલીવૂડ રોકસ્ટાર ફરહાન અખ્તર આજ કાલ ખુબ ચર્ચામાં છે. ફરહાન અખ્તર પોતાની પ્રોફેશ્નલ નહિ પરંતુ પર્સનલ લાઈફને કારણે લાઈમલાઈટમાં છે. બોલીવૂડનાં મલ્ટી ટેલેન્ટેડ એક્ટર ફરહાન આજકાલ શિવાની દાંડેકર સાથે મેક્સિકોમાં રજાઓ માણી રહ્યા છે. બન્ને સ્ટારની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ દરેક જગ્યાએ તેમની લવ લાઈફની જ ટોક ચાલે છે.

ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરની મેક્સિકો ટ્રીપની અનેક તસ્વીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહિ છે. આ તસ્વીરમાં બન્ને સ્ટારની બોન્ડિગ નજરે પડે છે. તાજેતરમાં જ શિબાનીએ એક કમેન્ટ દ્વારા માહિતી આપી હતી કે આગામી ઉનાળાની ઋતુમાં તે લગ્નગ્રંથી થી જોડાશે.

આ સમાચાર ફરહાન અને શિવાનીનાં ફેન્સ માટે ખુશખબર છે. થોડા સમય પહેલા સોશ્યલ મીડિયા પર વાયરલ વિડીયોમાં શિવાની અને ફરહાનનાં સંબંધો વિશે સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી.

મહત્વનું છે કે, બન્નેની તસવીરો ચાહકોમાં પહેલી પસંદ છે. પ્રોફેશ્નલ લાઈફની વાત કરીએ તો ફરહાન અખ્તર સોનાલી બોઝની ફિલ્મ “ધ સ્કાય ઇઝ પિંક”માં નજરે પડશે. આ ફિલ્મમાં તેમની સાથે ઘણાં લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરા જોવા મળશે. પ્રિયંકા અને ફરહાન સિવાય ઝાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ધ સ્કાય ઇઝ પિંક બાદ ફરહાન ફિલ્મ “તુફાન”માં પણ લીડીંગ રોલમાં જોવા મળશે.

બીજી તરફ શિવાની આજકાલ પોતાનાં અંગત જીવવને કારણે ચર્ચાની એરણ પર છે. શિવાની પણ ફરહાનની જેમ મલ્ટી ટેલેન્ટેડ છે. હોસ્ટ સિવાય તેણે અનેક ફિલ્મોમાં સારી કલાકારી બતાવી છે. આ વર્ષે બોલીવૂડમાં અનેક સિતારાઓ લગ્નગ્રંથીથી જોડાયા હતાં. હવે આ યાદીમાં ફરહાન અને શિવાનીનું નામ પણ શામેલ થશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter