GSTV
Gujarat Government Advertisement

શ્વેતા જાડેજાએ માત્ર 6 દિવસમાં બનેવીને 40 લાખ મોકલ્યા, શું ખરેખર પોલીસમાં આટલી થાય છે કમાણી?

Last Updated on July 23, 2020 by pratik shah

અમદાવાદ શહેરનાં નરોડા વિસ્તાર ની ખાનગી કંપનીના માલિક સામે દુષ્કર્મની બે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ કરનાર મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાએ આરોપીને પાસા નહી કરવા માટે 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ થઇ હતી. એસઓજીની તપાસમાં નવો વળાંક આવ્યો છે પીએસઆઇ જાડેજાએ છ દિવસમાં 20 લાખ નહી પણ બનેવીને આંગડિયા મારફતે 40 લાખ મોકલાવ્યા હોવાના પુરાવા મળી આવ્યા છે.

ખાનગી કંપનીના માલિક સામે દુષ્કર્મની બે ફરિયાદ નોંધાઈ

એસઓજીની તપાસમાં નવો વળાંક આવ્યો

મહિલા પોલીસ સ્ટેશનમાં નરોડા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના માલિક કેનલ શાહ સામે દુષ્કર્મની બે ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ કરનાર મહિલા પીએસઆઈ,શ્વેતા જાડેજાએ આરોપી સામે કુલ ત્રણ ગુના નોધ્યા હતા. ત્યારબાદ પાસામાં પુરવાની ધાક ધમકી આપીને ડરાવ્યા હતા.ત્યારબાદ પાસા નહી કરવા માટે 20 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બદલની ફરિયાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં જ પીએસઆઇ શ્વેતા જાડેજા સામે ગુનો નોધવામાં આવ્યો હતો.

બનેવીને આંગડિયા મારફતે 40 લાખ મોકલાવ્યા હોવાના પુરાવા મળી આવ્યા

આ કેસની તપાસ એસઓજીના એસીપી, બી. સી.સોલંકી ચલાવી રહ્યા હતા,સોલંકીના જણાવ્યા મુજબ શ્વેતા જાડેજા સામે 20 લાખ પડાવ્યા હોવાની ગુનાની તપાસ કરવામાં આવી રહી હતી તપાસ દરમિયાન આંગડિયાની પૂછપરછ કરતાં શ્વેતા જાડેજાએ ગત ફેબ્રુઆરી માસમાં તા 1 થી 6 તારીખ સુધીમાં આંગડિયા મારફતે પોતાના બનેવીને રૂા. 40 લાખ મોકલાવ્યા હોવાના પુરાવા મળી આવ્યા છે.

ઉપરાંત આરોપીના ભાઇ પાસે બીજા 4 લાખ રોકડા અને કંપનીના હાઇસ કિપિંગ મેનેજર પાસેથી રૂા, 1 લાખના મોબાઇલની ખરીદી કરાવી હતી. શ્વેતા જાડેજાએ મહિલા ક્રાઇમ બ્રાંચમાં ત્રણ વર્ષ સુધી પીએસઆઇ તરીકે અને એક વર્ષ સુધી પીઆઇના ચાર્જમાં ફરજ બજાવી હતી જેથી આટલી માતબરની રકમ ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!