GSTV

સાજિદ ખાને પોતાનો પ્રાઇવેટ પાર્ટ બહાર કાઢ્યો અને…. આ ફેમસ એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, લગાવ્યા ગંભીર આરોપ

સાજિદ

Last Updated on January 19, 2021 by Bansari

બોલીવૂડ ડિરેક્ટર સાજિદ ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં જ જિયા ખાનની બહેને અભિનેત્રી સાથે જાતીય સતામણીના ગંભીર આક્ષેપો કર્યા છે. જીયાની બહેન કરિશ્માએ જીયા સાથે ગેરવર્તણૂંક કરવાના આક્ષેપો કર્યા છે. હવે અભિનેત્રી શર્લિન ચોપરાએ પણ સાજિદ ખાન પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. શર્લિને તેની સાથે થયેલા દુર્વ્યવહાર અંગે ટ્વિટ કર્યું છે.

શર્લિને ટ્વીટ કર્યું – જ્યારે હું મારા પિતાના મૃત્યુના થોડા દિવસો પછી એપ્રિલ 2005 માં સાજિદ ખાનને મળી ત્યારે તેણે તેના પેન્ટમાંથી તેનો પ્રાઇવેટ પાર્ટ બહાર કાઢીને તેને પકડી રાખવા કહ્યું. મને યાદ છે કે મેં તેને કહ્યું હતું કે હું જાણું છું કે પ્રાઇવેટ પાર્ટ કેવો હોય છે અને મારો તેને મળવાનો હેતુ તેનો પ્રાઇવેટ પાર્ટ પકડવાનો નથી.

દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની બહેને લગાવ્યો સાજિદ ખાન પર આ આરોપ

સાજિદ ખાન પર વર્ષ 2018માં કેટલીક મહિલાઓએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની બહેને મોટો ખુલાસો કરીને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. ખરેખર, સાજિદ ખાન પર આ વખતે જાતીય શોષણ કરવાનો આરોપ દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની બહેન કરિશ્માએ લગાવ્યો છે.

સાજિદ

કરિશ્મા અનુસાર સાજિદે જિયાને ખુબ સેક્સૂઅલ હેરેશ કરી હતી. ઉલ્લેખનીય છે કે બીબીસીએ બૉલીવુડ એક્ટ્રેસ જિયા ખાન પર બેઝ્ડ એક ટીવી પ્રોગ્રામ રિલીઝ કર્યો હતો, જેમાં માત્ર યુનાઇટેડ કિંગડમમાં રિલીઝ કરવામાં આવ્યો છે. આ વેબ સીરીઝના એક એપિસૉડમાં જિયા ખાનની બહેન કરિશ્માએ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો છે.

સાજિદ

સાજિદ ખાને જિયાને ટૉપ ઉતારવાનુ કહ્યુ હતું

જિયાની બહેન કરિશ્મા જણાવે છે કે રિહર્સલ દરમિયાન જ્યારે જિયા સ્ક્રિપ્ટ વાંચી રહી હતી, તે સમયે સાજિદ ખાને જિયાને ટૉપ ઉતારવા માટે કહ્યું હતુ. તેને ખબર જ નહતી પડી કે શું કરવુ. તેમને કહ્યું હતું કે ફિલ્મનુ શૂટિંગ હજુ શરૂ નથી થયુ અને આ બધુ થઇ રહ્યું છે. તે ઘરે આવી અને રડવા લાગી. આ કિસ્સો હાઉસફૂલ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો છે.

ડેથ ઇન બૉલીવુડ નામથી એક વીડિયોમાં તે કહી રહી છે કે – હું આ ફિલ્મ સાથે કૉન્ટ્રાક્ટમાં છુ, જો હુ શૉ છોડીશ તો મને ધમકાવવામાં આવશે, મારુ નામ બદનામ કરવાની કોશિશ કરવામાં આવશે. જો હુ ફિલ્મમાં રહુ છુ તો મારી સાથે જાતીય શોષણ કરવામાં આવશે, દરેક બાજુએથી હુ ફસાઇ રહી હતી. એટલા માટે મે ફિલ્મમાં કામ કર્યુ. નોંધનીય છે કે વર્ષ 2013માં જિયા ખાને આત્મહત્યા કરી લીધી હતી.

Read Also

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!