GSTV

IPLની પાર્ટીઓમાં પણ થાય છે ડ્રગ્સનો ભરપૂર ઉપયોગ: ક્રિકેટરોની પત્નીઓને મેં રૂબરૂ જોઈ છે, શર્લિન ચોપડાએ મચાવ્યો ખળભળાટ

આજકાલ બોલીવૂડ ડ્રગ્સના વિવાદમાં ઘેરાયેલુ છે અને હવે બોલીવૂડ એક્ટ્રેસ અને મોડેલ શર્લિન ચોપડાએ એવો સનસનીખેજ દાવો કર્યો છે કે, આઈપીએલમાં પણ ડ્રગ્સનો ભરપૂર ઉપયોગ થયેલો છે.

શર્લિને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, જો મને એનસીબી પૂછપરછ માટે બોલવાશે તો ઘણા રહસ્યો છતા કરીશ. આઈપીએલમાં મેં કોલકાતા નાઈટ રાઈડર્સની મેચ બાદ ક્રિકેટર્સ અને બોલીવૂડ સ્ટાર્સની પત્નીઓને વોશરુમમાં કોકેનનું સેવન કરતા જોઈ છે.

જોકે શર્લિને કઈ સીઝનમાં આ ઘટના બની હતી તે જણાવ્યુ નહોતુ. ડ્રગ્સ પાર્ટીઓ અંગે તેણે કહ્યું હતું કે, કેકેઆરની મેચ જોવા હું કોલકાતા ગઈ હતી. મેચ બાદ પાર્ટી યોજાઈ હતી. જેમાં મેં બોલીવૂડ અને ક્રિકેટ જગતની ઘણી હસ્તીઓને હાજર જોઈ હતી. હું ફ્રેશ થવા માટે વોશરુમ ગઈ ત્યારે ત્યાં જે દ્રશ્ય જોયું તે જોઈને હેરાન થઈ ગઈ હતી. ત્યાં કોકેનનુ સેવન કરવામાં આવી રહ્યુ હતુ.

READ ALSO

Related posts

કામની વાત/ ફક્ત 50 રૂપિયામાં બનાવડાવો પોકેટ સાઇઝ આધાર કાર્ડ, આ રીતે ઘરે બેઠા કરો ઑર્ડર

Bansari

પેટાચૂંટણી/ પરેશ ધાનાણીના સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર, કોંગ્રેસે સોશિયલ મીડિયામાં ગદ્દાર વિરૂદ્ધ છેડ્યું અભિયાન

pratik shah

એજ્યુકેશન ટ્રસ્ટના કાળા નાણાંનું રોકાણ કરવાનું પડયું ભારે, અપહરણ કરી ગોંધી રાખી વૃધ્ધ પાસે રૂ. 50 લાખની માંગી ખંડણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!