GSTV

Sherlock Holmes / દીવાલ પર લોહીના ડાઘા જોઈને જગવિખ્યાત જાસૂસે કઈ રીતે કેસ ઉકેલ્યો?

Last Updated on July 24, 2021 by Lalit Khambhayata

Sherlock Holmesની કથાઓ આખા જગતમાં ભારે પોપ્યુલર છે. સ્ટડી ઈન સ્કારલેટ એ આર્થર કોનન ડોયલે શેરલોક હોમ્સને લઈને લખેલી પ્રથમ નવલકથા છે. એવી કથા કે જેમાં શેરલોક અને વોટસન પ્રથમવાર મળે છે. એ કથાનો ગુજરાતી અનુવાદ જીગર શાહ દ્વારા કરાયો છે. એ અનુવાદમાંથી એક પ્રકરણ અહીં રજૂ કર્યું છે.

અમારી સવારની પ્રવૃત્તિ મારી નબળી તબિયત માટે વધારે પડતી હતી. બપોર થતાં સુધી હું ખૂબ થાકી ગયો. હોમ્સ કૉન્સર્ટમાં ગયો પછી હું સોફા પર જ આડો પડ્યો. મારી ઇચ્છા બે કલાક ગાઢ નિદ્રા માણવાની હતી, પણ મને ઊંઘ ન આવી. કેસ બાબતે મારું મગજ ખૂબ જ ઉત્તેજિત હતું. વિચિત્ર વિચારો અને કલ્પનાઓએ મારા મગજમાં ઘેરો ઘાલ્યો હતો. ઊંઘવા માટે જ્યારે પણ આંખ બંધ કરતો ત્યારે લાલ ચહેરાવાળા બબૂન વાંદરા જેવા વિકૃત મુખની કલ્પના થઈ આવતી. તે મૃતદેહને હું ભુલી શકતો નહોતો. કોઈએ બદલાની ભાવનાથી તેનું ખૂન કર્યું હતું. કદાચ ઇનોચ જે. ડ્રેબર અતિ દુષ્ટ માણસ હશે, પણ તેની હત્યા કરનારો પણ કાયદાની રૂએ ગુનેગાર હતો. તેની દૃષ્ટિએ તે સાચો હોઈ શકે, પણ કાયદાની નજરે તેને માફી આપી ન શકાય.

કેસ સાથેસાથે મારા સાથી હોમ્સનાં સચોટ અનુમાનો કરવાની ક્ષમતાથી પણ હું પ્રભાવિત થયો હતો. જે રીતે તેણે મૃતદેહના હોઠ સૂંઘી અનુમાન કર્યું હતું કે તેની હત્યા ઝેર આપીને કરવામાં આવી છે એ દૃશ્ય મને યાદ આવી ગયું. મૃતદેહના શરીર પર કોઈ ઘા કે ગળા પર દબાવવાનું નિશાન ન હતું. મને અનેક પ્રશ્નો ગૂંચવી રહ્યા હતા. જમીન પર પડેલું લોહી કોનું હતું, રૂમમાં ઝઘડો થયો હોય એવાં નિશાન ન હતાં. મૃત પામેલા માણસ પાસે કોઈ હથિયાર પણ મળ્યું ન હતું, જેનાથી તેણે ખૂનીને ઈજા પહોંચાડી હોય. બધા જ પ્રશ્નો હજી ગૂંચવાયેલા હતા. આવી મનોસ્થિતિમાં મને ઊંઘ આવે એ શક્ય ન હતું. કદાચ હોમ્સને પણ ઊંઘ ન આવી હોત. મારા કરતાં હોમ્સ વધુ આત્મવિશ્વાસ ધરાવતો હતો. તે તેના અવલોકનના સિદ્ધાંતો પરથી ચોક્કસ અનુમાન પર આવ્યો હતો. તેણે બધું મને પણ સમજાવ્યું હતું, પણ મારા માટે આટલું સંતોષ આપનારું ન હતું.

હોમ્સ ઘણો મોડો પરત ફર્યો. તે આટલો સમય કૉન્સર્ટમાં રોકાર્યો ન હતો. તે પરત ફર્યો તે પહેલાં રાતનું જમવાનું પણ ટેબલ પર ગોઠવાઈ ગયું. હતું.

તે અદ્ભુત હતું.’ તે બેસતાં બોલ્યો, ‘તને ખ્યાલ છે ડાર્વિને સંગીત માટે શું કહ્યું છે?” ડાર્વિનના મતે માનવીની ઇશારા કરવાની, મોઢાના હાવભાવથી વાતચીત કરવાની અને નિરીક્ષણ કરવાની ક્ષમતા તેની બોલી શકવાની શક્તિના વિકાસ પહેલાં વિકસિત થઈ છે, તેથી જ આપણે તેનાથી વધુ પ્રભાવિત થઈએ છીએ. માનવજાતિના વિકાસના પહેલા ચરણમાં જ માનવીના વિશિષ્ટ ગુણોનો વિકાસ થયો છે. સંગીત પણ આવા વિશિષ્ટ લક્ષણમાં સમાવિષ્ટ છે. ખરેખર ઉત્કૃષ્ટ વિચાર છે.’ મેં કહ્યું.

‘તમે કુદરતમાં શોધશો તો બધા પ્રશ્નોના જવાબ તેમાં મળી રહેશે.. તેણે કહ્યું, ‘શું તકલીફ છે? તારી સ્થિતિ સારી નથી લાગતી. બ્રિક્સટન રોડવાળા કેસે તને અસ્વસ્થ કરી દીધો લાગે છે.

‘સાચું કહું તો હા, એવું જ છે.’ મેં કહ્યું, ‘મારી અફઘાનિસ્તાન ખાતેની ફરજ વખતે મારા સાથીઓને ભયાનક રીતે જખમી થતાં જોયા હતા ત્યારે પણ મને આટલી ખરાબ અસર નહોતી થઈ.‘હું સમજી શકું છું. કેસનું રહસ્ય જ તેનું મુખ્ય કારણ છે. આ ભેદ આપણને અનેક અનુમાનો કરવા પ્રેરે છે. કલ્પનાઓ વધુ ભયાનક હોય છે. જ્યાં કલ્પના નથી ત્યાં મનની વિચલિતતા નથી તેં સાંજનું અખબાર જોયું?

‘તેમાં આજના કેસનું બહુ સારું વિવરણ આપ્યું છે. તેમાં જણાવાયું નથી. હત્યારો ત્યાં ક્યારે કેવી રીતે આવ્યો. ત્યાંથી મળેલી સ્ત્રીની લગ્નની વીંટીનો પણ ઉલ્લેખ નથી. આ બે બાબત અખબારમાં નથી છપાઈ એ બહુ સારું થયું,
કેમ
‘આ જાહેરાત જો.’ હોમ્સે જવાબ આપ્યો, કિસ્સો બન્યા બાદ મેં દરેક અખબારમાં છપાવી હતી.
‌તેણે અખબાર મારી તરફ ફેંક્યું, મેં તેણે જણાવેલી જગ્યાએ નજર કરી. મળ્યું છે. એવી જાહેરાતની હરોળમાં તે પહેલી જ છપાઈ હતી આજે સવારે બિક્સટન રોડ પરથી વ્હાઇટ હાર્ટ પાસે એક સોનાની લગ્નની વીંટી મળી આવી છે. જેની હોય તેણે સંપર્ક કરવો : ડૉ વોટ્સન, ૨૨૧-બી, બેકર સ્ટ્રીટ, રાત્રે આઠથી નવમાં.

મારે તારું નામ વાપરવું પડયું તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું. હું મારા નામનો ઉલ્લેખ કર્યો હોત તો કોઈ પણ મને ઓળખી જાત પછી જાહેરાત આપવાનો કોઈ અર્થ ન રહેતા હોમ્સે કહ્યું.
કંઈ વાંધો નહીં, પણ કોઈ તપાસ કરવા આવશે તો મારી પાસે કોઈ
વીંટી નથી.
હા, તારી પાસે છે ને” આ શબ્દો સાથે જ તેણે મને એક વીંટી હાથમાં આપી, આ બહુ સારું કામ આપશે.’ અને શું લાગે છે, વીંટી કોન્ન લેવા આવશે ?
પેલો કથ્થઈ કોટ, લાલ મોઢાવાળો આપણો મિત્ર જે ચોરસ આકારના
બૂટ પહેરે છે! તે પોતે નહીં આવે તો તેના સાગરીતને મોકલો.’ શું તે આવું જોખમ ઉઠાવશે? કદાચ તે વીંટીને જતી પણ કરે.

કિસ્સા અંગેના અનુમાન પરથી જે તારણ પર આવ્યો છું તે મુજબ તે કોઈ પણ ભોગે વીંટી મેળવવા પ્રયત્ન કરશે. મારા અનુમાન મુજબ જ્યારે ડેબરના શરીર પાસે તે ખૂક્યો ત્યારે વીંટી પડી ગઈ હશે, પણ વીંટી પડી ગવાનો ખ્યાલ તેને નહીં રહ્યો હોય તે ત્યાંથી ચાલ્યા ગયા બાદ રસ્તામાં ભાન થયું હશે કે વીંટી ત્યાં જ પડી ગઈ. તે વીંટી લેવા પરત આવ્યો હશે. પણ તેની જ ભૂલને કારણે પોલીસ આવી ગઈ હતી. તેણે મીણબત્તીને સળગતી જ રાખી હતી. તે પરત આવ્યો ત્યારે જ તેનો ભેટો આપણા મૂળ રચને થયો. તેથી તેણે ઘરૂડિયા હોવાનો અચાનક ડોળ કર્યો અને પોલીસના હાથમાંથી છટકી ગયી. હવે તે એ માણસને સ્થાને પોતાને મૂકીને વિચાર તેની વીંટી ક્યાં ખોવાઈ તેનું ધ્યાન તેને નથી. તે સાંજના અખબારમાં શોધતો હશે કે તેને વીંટી મળ્યાની જાહેરાત મળે. જાહેરાત જોઈ, વીંટી રસ્તામાં કે પડી ગઈ હશે એમ તેને લાગો. રસ્તા પરથી મળેલી વીંટીની જાહેરાતથી તે આનંદિત થઈ ગયો હશે. આપણે છટકું ગોઠવેલું છે તેની કલ્પના પ તેને નહીં આવે. આપણે જાહેરાત પણ સામાન્ય માણસને નામે જ આપી છે.
‌મને ખાતરી છે કે તે આવશે જ. તેણે આવવું જ પડશે! કદાચ એકાદ કલાકમાં જ તું તેને મળી શકીશઅને પછી શું?’ મેં પૂછ્યું.
ઓહ, ત્યાર પછી શું તે તું મારા પર છોડી દે. તારી પાસે કોઈ શસ્ત્ર
મારી પાસે મારી જૂની સર્વિસ રિવૉલ્વર અને થોડા કારતૂસ છે.’
છે?’
તું તેની સફાઈ કરી નાખ અને તેમાં કારતૂસ ભરી તૈયાર કરી લે. તે જોખમકારક માણસ છે. આપણે તેને પકડીશું તો તે મરણિયો બની પ્રતિકાર કરશે. આપણે ગમે તે સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું પડશે.’
હું મારા બેડરૂમમાં ગયો અને હોમ્સની સલાહ મુજબ કર્યું. હું પિસ્તોલ
લઈ પાછો આવ્યો ત્યારે આખું ટેબલ ખાલી હતું. હોમ્સ પોતાની મનપસંદ
પ્રવૃત્તિમાં વ્યસ્ત હતો, વાયોલિન વાદનમાં! કેસ અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ છે.’ હું જેવો આવ્યો એવું હોમ્સ બોલ્યો, મેં અમેરિકા જે તાર કર્યો હતો તેનો જવાબ આવી ગયો છે. કેસ
અંગેનું મારું અનુમાન સાચી દિશામાં આગળ વધી રહ્યું છે.’ ‘નવું શું જાણવા મળ્યું?’ મેં ઉત્સુકતાથી પૂછ્યું.
મારે વાયોલિનના તાર બદલવા પડશે એવું લાગે છે. તારી પિસ્તોલ ખિસ્સામાં મૂકી દે. પેલો માણસ આવે ત્યારે એકદમ સહજતાથી વાત કરજે. બાકી બધું મારા પર છોડી દે, તેની સામે શંકાભરી નજરે ન જોતો. તેનાથી આપણી બાજી બગડી શકે છે.’
‘આઠ વાગી ગયા છે.’ મેં મારી ઘડિયાળમાં જોતાં કહ્યું.
‘હા, તે થોડી જ મિનિટોમાં અહીં આવવો જોઈએ. દરવાજો થોડો ખુલ્લો રાખ, ચાવી અંદરથી નાખેલી રાખ. આ વિચિત્ર જૂની ચોપડી જો, હું ગઈ કાલે જ ખરીદી લાવ્યો છું. ‘ડી ઇન્ટર જેમ.’ ઈ.સ. ૧૬૪૨માં લોલૅન્ડના લેઇજ ખાતે લેટિન ભાષામાં તેને પ્રકાશિત કરવામાં આવી હતી. કથ્થઈ કવરવાળી ચોપડી જ્યારે પ્રકાશિત થઈ ત્યારે ઈંગ્લૅન્ડમાં ચાર્લ્સનું શાસન હતું.’
તેનો પ્રકાશક કોણ છે ?’
‘ફિલિપ ડી. ક્રોય, પ્રકાશક કોઈ પણ હોય, તેનાથી શું? તેના પહેલા પાનાં પર ખૂબ ઝાંખા અક્ષરે લખેલું છે, ઍક્સ લીબરીસ ગુલીઓલમી વાયટ.’ મને વિચાર આવે છે કે વાયટ કોણ હશે? સત્તરમી સદીનો પ્રખ્યાત વકીલ હશે, એવું મારું અનુમાન છે. તેના હસ્તાક્ષરમાં તેની વકીલ તરીકેન છાપ ઊભી થાય છે. આપણો મિત્ર આવી ગયો લાગે છે! તે બોલ્યો ત્યારે જ જોરથી ઘંટડી રણકી ઊઠી. શેરલૉક હોમ્સ ધીમેથી
ઊભો થયો, તેણે પોતાની ખુરશી દરવાજા તરફ ખસેડી. ઘર માલિકનના
પસાર થવાનો અવાજ અમે સાંભળ્યો. દરવાજો ખોલવાનો અવાજ અમને સંભળાયો.
ડૉક્ટર વૉટ્સન અહીં રહે છે?’ પ્રશ્નસૂચક સ્પષ્ટ પણ કર્કશ અવાજ અમે સાંભળી શક્યા. ઘરમાલિકને શું જવાબ આપ્યો તે અમને સંભળાયું નહીં. દરવાજો બંધ થયો, કોઈનો દાદર ચઢવાનો અવાજ આવ્યો. પગલાંનો અવાજ અચોક્કસ હતો. જાણે કોઈ મહામુશ્કેલીએ ચઢી રહ્યું હોય. પગલાંના અવાજ પરથી હોમ્સના ચહેરા પર આશ્ચર્ય હતું તે મેં જોયું. તે પેસેજમાં પણ ખૂબ ધીમેથી ચાલી રહ્યો હતો. તેણે ધીમેથી દરવાજે ટકોરા માર્યા. ‘અંદર આવો.’ મેં કહ્યું.

અખબારમાં જાહેરાતથી અમારા અનુમાનથી તદ્દન વિપરીત ઘટના બની. મને અને હોમ્સને હતું કોઈ ભયાનક પુરુષ અંદર આવશે, પણ એક વૃદ્ધ, ચહેરા પર કરચલીઓવાળી સ્ત્રી લંગડાતી અંદર આવી. અંદર પ્રવેશતાં સૌજન્યપૂર્વક માથું નમાવ્યું. તે તેના ખિસ્સામાં કંઈ શોધવા લાગી. મેં મારા સાથી પર કૌતુકભરી નજર કરી. તેના ચહેરા પર પણ નિરાશા હતી. તેણે મને સામાન્ય વ્યવહાર જાળવી રાખવા ઇશારો કર્યો.

ઘરડી ડોશીએ સાંજનું અખબાર કાઢ્યું. અમારી જાહેરાત તરફ ઇશારો કર્યો, ‘આ જાહેરાતના અનુસંધાનમાં હું અહીં આવી છું. બ્રિક્સટન રોડ ખાતે સોનાની વીંટી મળી છે તે મારી પુત્રી સેલીની છે. તેના લગ્ન બાર મહિના પહેલાં જ થયાં છે. તેનો પતિ નાવિક છે, અત્યારે તે બહાર સફર પર જ ગયો છે. તે પરત ફરશે અને વીંટી સેલી પાસે નહીં હોય તો તે ગુસ્સે થશે. સેલી ગઈ કાલે રાત્રે સરકસ જોવા ગઈ હતી ત્યારે વીંટી ખોવાઈ ગઈ હતી.’ શું ખોવાયેલી વીંટી આ છે?’ મેં પૂછ્યું.


ભગવાન તમારું ભલું કરો!’ વૃદ્ધા બોલી. ‘સેલી નસીબદાર છે કે તેની વીંટી મળી ગઈ.’
‘તમારું સરનામું શું છે?” મેં પેન્સિલ લેતાં પૂછ્યું.
૧૩, ડંકન સ્ટ્રીટ, હાઉસડીચ. અહીંથી ઘણું દૂર થાય છે.’ •ક્સિટન રોડ, સરકસ અને હાઉન્ડસડીચ વચ્ચે તો નથી આવતો? શેરલોક હોમ્સે વેધક પ્રશ્ન પૂછ્યો.
વૃદ્ધાએ મોઢું ફેરવું, હોમ્સ સામે આતુરતાથી જોઈ રહી, પછી બોલી, શ્રીમાને મારું સરનામું પૂછ્યું છે. સેલીનું સરનામું ૩, મેલ્ડિ પેલેસ, પેકહામ
અને તમારું નામ શું છે?”
મારી અટક સૉયર છે. સેલીની ડેનીસ છે. તેના પતિનું નામ ટૉમ ડેનિસ છે. તે ખૂબ હોશિયાર યુવાન છે. તેની કંપનીમાં તેના જેવો બાહોશ નાવિક બીજો નહીં હોય, પણ તેને દારૂની ખરાબ લત છે.
લો, તમારી વીંટી, શ્રીમતી સોંયર.’ મેં વચ્ચે બોલતાં કહ્યું, મારા મિત્રએ વીંટી આપવાની આજ્ઞાસૂચક નિશાની મને કરી હતી. એ તમારી પુત્રીની છે અને રહેશે. તેના સાચા માલિક સુધી વીંટીને પહોંચાડી આનંદ અનુભવું છું.’

તેણે મને ખુશીથી આશીર્વાદ આપ્યા. વીંટીને તેણે ખિસ્સામાં મૂકી દીધી. દાદર ઊતરવા લાગી તેણી ગઈ તેવો તુરંત શેરલોક ઊભો થયો અને તેના રૂમમાં ગયો. તે થોડી જ સેકન્ડમાં પરત આવ્યો. તેણે ઓવરકોટ અને મલર પહેરી લીધાં હતાં, ‘હું તેણીનો પીછો કરું છું. તે ઝડપથી બોલ્યો, તેણી પેલાની સાગરીત જ હોવી જોઈએ. તેણી મને ગુનેગાર સુધી લઈ જઈ શકે છે. મારી અહીં જ રાહ જોજે’ અમને મળવા આવેલી વૃદ્ધાએ બહાર નીકળી દરવાજો બંધ કર્યો ત્યારે જ હોમ્સ ઝડપથી દાદરા ઊતર્યો. મેં બારીમાંથી જોયું તો વૃદ્ધા રસ્તાને નાકે ધીમેધીમે ચાલી રહી હતી. તેનો પીછો કરનાર મારો મિત્ર તેની પાછળ થોડું અંતર રાખી ચાલી રહ્યો હતો.

મને વિચાર આવ્યો. ડોશીની આખી વાર્તા ખોટી હશે, કદાચ હોમ્સ અત્યારે જ રહસ્યને શોધી કાઢશે. તેને સાથે આવવા હું રાહ જોવાનું કહી શકું તેમ ન હતો. મારી આતુરતા વધી રહી હતી. હોમ્સ પરત આવી શું બન્યું તે ન જણાવે ત્યાં સુધી મને ઊંઘ આવે તેમ ન હતું.

બ્રેમ્સ નીકળ્યો ત્યારે નવ વાગ્યા હતા. તેને પરત ફરતાં કેટલો સમય લાગશે એનું અનુમાન શક્ય ન હતું. હું મારી પાઇપ સળગાવી હેન્રી મુર્ગરનાં ‘વી.ડી. બોહેમ’ પુસ્તકના પાનાં ઊલટાવવા લાગ્યો. દસ વાગે અમારી નોકરાણીનાં પગલાંનો અવાજ સંભળાયો. તે સૂવા જઈ રહી હતી. અગિયાર વાગે અમારા દરવાજા પાસેથી ઘરની માલિકન પસાર થઈ, તે પન્ન ઊંઘવા જ જઈ રહી હતી. તેણે તેનો દરવાજો બંધ કર્યાનો અવાજ આવ્યો, બારૂ વાગ્યાના સુમારે નીચેનો મુખ્ય દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો. હોમ્સ જેવો અંદર પ્રવેશ્યો મેં તેના ચહેરા પરથી માપી લીધું કે તેને સફળતા મળી ન હતી. કિસ્સાનું રહસ્ય હજી અકબંધ લાગતું હતું. હોમ્સની સંતાપ સ્પષ્ટ બતાવતો હતો.

‘શું થયું?’ મેં પૂછ્યું.
મારી નિષ્ફળતાની વાત તને કહેવામાં હું સંકોચ નહીં અનુભવું. થોડુ આગળ સુધી તે વૃદ્ધા લંગડાતી ગઈ. તેણે રસ્તા પરથી એક ઘોડાગાડી ઊભી રાખી. ક્યાં જવા માટે સ૨નામું જણાવે છે તે સાંભળી શકાય એ માટે હું તેની વધુ નજીક ગયો, પણ તેની કોઈ જરૂર ન હતી. તે ખૂબ મોટા અવાજે બોલી, ‘૧૩, ડંકન સ્ટ્રીટ, હાઉન્ડસડીચ લઈ લ્યો.’ તેનું સરનામું સાંભળી મને તેનામાં થોડો વિશ્વાસ બેઠો, તેણે તેની પુત્રીનું આ જ સરનામું જણાવ્યું હતું. પણ તે ગાડીમાં પાછળના ભાગમાં બેસી ગયો. આ પણ એક કળા છે. જે દરેક જાસૂસે શીખવી જોઈએ. અમે સતત આગળ વધી રહ્યા હતા. જે સરનામે ગાડી જવાની હતી તે શેરી આવી ત્યાં સુધી તે ક્યાંય અટકી ન હતી. ગાડી ઊભી રહી એવો તુરંત હું કૂદી એકબાજુ જઈ સંતાયો. ગાડીચાલક નીચે ઊતર્યો, તેણે ઉતારુનો દરવાજો ખોલ્યો. તે ચોંકી ગયો. અંદર કોઈ ન હતું. ચાલકને વિશ્વાસ આવતો ન હતો. કદાચ તેને ભાડું થોડી વાર પહેલાં જ ચૂકવાઈ ગયું હતું. એ શેરીમાં ૧૩ નંબરના મકાનમાં મેં તપાસ કરી એ ઘર કોઈ કેસવીક નામના માણસનું હતું. ત્યાં સૉયર કે ડેનીસ બંનેમાંથી એક પણ નામની વ્યક્તિ રહેતી ન હતી કે, તેઓ આવી કોઈ વ્યક્તિને જાણતા ન હતા.તારો કહેવાનો અર્થ એવો છે કે પેલી નબળી અને લંગડી વૃદ્ધા ચાલુ ઘોડાગાડીએ ઊતરી ગઈ હતી અને તને કે ચાલકને એનો ખ્યાલ જ ન રહ્યો !

‘શેની વૃદ્ધા?’ હોમ્સ ગુસ્સામાં બોલ્યો, આપણે જેને વૃદ્ધ ડોશી સમજી રહ્યા છીએ એ જુવાન પુરુષ હતો. ચપળ અને શક્તિશાળી, સાથે સાથે સારો અભિનય પણ. તે વેશપલટો કરીને આવ્યો હતો. તેને ખ્યાલ આવી ગયો હતી કે હું તેની પીછો કરી રહ્યો છું, તેથી જ તેણે આવું નાટક રચ્યું. આ. પરથી બીજી પણ એક વાતનું અનુમાન શક્ય છે, આપણે જેને શોધી રહ્યા છીએ તે એકલો નથી. તેના એવા મિત્રો છે જે તેના માટે કંઈ પણ કરી. શકે છે. ગમે તેવું જોખમ ઉઠાવી શકે છે. ડૉક્ટર, તમે બહુ થાકી ગયા લાગો છો. મારી સલાહ છે કે તમારે ઊંઘી જવું જોઈએ.’

હું ખરેખર ખૂબ જ થાકી ગયો હતો. મેં હોમ્સની સલાહનો અમલ કર્યો. હું હોમ્સને છોડી બેડરૂમમાં ઊંઘવા ગયો, હોમ્સ ત્યાં જ તાપણા પાસે બેઠો રહ્યો. મોડી રાત સુધી તેના વાયોલિનમાંથી વિષાદયુક્ત ધૂનો નીકળી રહી હતી. તેના સંગીતમાં તેની મનોવ્યથા છતી થતી હતી. તે હજી પણ બ્રિક્સટન રોડના રહસ્ય ઉપર ચિંતન કરી રહ્યો હતો.

Related posts

પીએમ મોદીની અમેરિકા યાત્રાની સાથે જ ઇન્ટરનેટ પર છવાયું પ્રશ્નોનું વાવાઝોડું, શું પીએમ મોદીએ કો-વેક્સીન જ લગાવી છે?

Zainul Ansari

લેડી રેબિન્સન ક્રૂઝો / એડા બ્લેકજેક માટે મોટો સવાલ હતો લાશ સાથે સફેદ રીંછના ટાપુ પર એકલું રેહવું કઈ રીતે?

Lalit Khambhayata

BIG BREAKING: દેશના હિમાચલ પ્રદેશની એક સ્કૂલમાં 79 વિદ્યાર્થીઓ અને ત્રણ સ્કૂલ સ્ટાફ મેમ્બરનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, તંત્ર થયું દોડતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!