GSTV

‘મોગેમ્બો’ના ફરી ખુશ થવા પર લાગ્યો પ્રશ્નાર્થ, મિસ્ટર ઈન્ડિયાની રીમેક પર ડાયરેક્ટરે કર્યા ઉઠાવ્યો વાંધો

મહિના અગાઉ અલી અબ્બાસ ઝફરે ૮૦’ના દાયકામાં રિલીઝ થયેલી મિસ્ટર ઇન્ડિયાની રીમેક બનાવવાની ઘોષણા કરી હતી. આ સમાચાર સાંભળતા  ફિલ્મના હીરો અનિલ કપૂરની દીકરીએ નારાજગીનો સૂર વ્યક્ત કર્યો હતો. હવે એ ફિલ્મનો ડિરેક્ટર શેખર કપૂર આ વિવાદમાં કૂદયો છે. એણે કાનૂની પગલાની હિન્ટ આપી છે. આ વિવાદને કુણાલ કોહલી ટ્વિટરના મેદાન પર લઇ ગયો પછી  શેખર કપૂરે ટ્વીટને રીપ્લાય કરતા કહ્યું કે એણે કોઇ ક્રીએટિવ રાઇટ નથી આપ્યાં.

અમરિશ પુરીની તસ્વીર શેર કરી કહી આ વાત

જોકે સર્વપ્રથમ રીમેકથી ઘોષણા થઈ ત્યારે ઘણાએ કહ્યું હતું કે મિસ્ટર ઈન્ડિયાનો જાદુ રીમેકમાં નહિ છવાય. શેખરે મિસ્ટર ઇન્ડિયામાં મોગેમ્બોની ભૂમિકા ભજવનાર અમરિશ પૂરીની તસ્વીર  શેર કર્યો હતો. અને પ્રશ્ન કર્યો હતો કે આ દુનિયામાં બીજો મોગેમ્બો કોણ છે જે અમરિશ પૂરીની જગ્યા લઇ શકે.

પહેલા હતી આ ચર્ચા

અનિલ કપૂર, શ્રીદેવી અને અમરીશ પુરીની સફળ ફિલ્મ ‘મિ. ઇન્ડિયા પરથી મિ.ઇન્ડિયા ટુ’ બની રહી હોવાની ચર્ચા હતી. જોકે હવે ઝી સ્ટુડિયોએ આ ફિલ્મ અટકળને સમર્થન આપ્યું હતું. તેણે પ્રેસ રિલિઝ બહાર પાડીને આ ફિલ્મની ઘોષણા કરી હતી. ઝી સ્ટુડિયોએ મિ. ઇન્ડિયા ટુના દિગ્દર્શન માટે અલી અબ્બાસ ઝફરને સાઇન કર્યો છે તેવી વાત જણાવી હતી.

અબ્બાસ ઝફરે અફવાઓ પર લગાવ્યું હતું પૂર્ણ વિરામ

તમને જણાવી દઈએ કે મુખ્ય કાસ્ટને લઈને અલગ અલગ પ્રકારની જાનકારીઓ સામે આવી રહી હતી. અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મમાં અનિલ કપૂર વાળી ભુમિકા રણવીર સિંહ નિભાવતો જોવો મળશે. ત્યાં જ અમુક સૂત્રોનું એવું પણ કહેવું હતું કે આ સુપરહિરો ફિલ્મમાં કેટરીના કેફ જોવા મળશે. જોકે અલી અબ્બાસ ઝફરે કાસ્ટને લઈને ચાલી રહેલી અટકળો પર વિરામ મુકી દીધો હતો.

આજે પણ લોકો મોગેમ્બોને કરે છે યાદ

મહત્વનું છે કે અનિલ કપૂર અને શ્રીદેવી સ્ટારર મિસ્ટર ઈન્ડિયા વર્ષ 1987માં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન શેખર કપૂરે કર્યું હતું. ફિલ્મને અનિલના ભાઈ બોની કપૂરે પ્રોડ્યુસ કર્યો હતી. ખાસ વાત એ છે કે ફિલ્મમાં વિલનની ભુમિકા નિભાવનાર દિવંગત અભિનેતા અમરીળ પુરીને મોગેમ્બોના રોલ માટે આજે પણ યાદ કરવામાં આવે છે.

Read Also

Related posts

થૂક લગાવીને વેચી રહ્યો હતો ફળ, Video વાયરલ થતાં જ થઇ ગયાં આવા હાલ

Bansari

Corona નહીં પણ આ વાયરસથી કરોડો લોકોનાં થયાં હતા મોત, ભારતમાં જ મોતનો આંક 14 લાખ હતો

Mayur

આ કારણે ભારતમાં થાય છે દર વર્ષે 15.73 લાખ લોકોનાં મોત, કોરોના કરતાં પણ વધારે સંભાળ રાખવાની છે જરૂર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!