GSTV

મોટા સમાચાર / FTII સોસાયટીના નવા અધ્યક્ષ બન્યા શેખર કપુર

જાણીતા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર શેખર કપુરને ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થા FTIIના નવા અધ્યક્ષ અને સંસ્થાનની ગવર્નીંગ કાઉન્સિલના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યાં છે. જણાવી દઈએ કે, મિસ્ટર ઈન્ડિયા, બેંડિટ ક્વિન, ધ ફોર ફેધર્સ અને ટાઈમ મશીન જેવી ઘણી સારી ફિલ્મો શેખર કપુર ડાયરેક્ટ કરી ચુક્યાં છે.

શેખર કપુરે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ લેવલ ઉપર પોતાની ખાસ ઓળખ બનાવી હતી. તેણે ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં અનિલ કપૂર અને શ્રીદેવીએ ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મો માટે ઓળખવામાં આવે છે

જણાવી દઈએ કે શેખરને એલિઝાબેથઃ ધ ગોલ્ડન એજ, બૈંડિટ ક્વિન, મિસ્ટર ઈન્ડિયા, ધ ફોર ફીદર્સ, માસૂમ, ટૂટે ખિલૌને, ઈશ્ક-ઈશ્ક અને બિંદીયા ચમકેદી જેવી હીટ ફિલ્મો માટે ઓળખવામાં આવે છે.

સર્વશ્રેષ્ઠ નિર્દેશકનું ફિલ્મફેયર પુરસ્કાર

વર્ષ 1997માં શેખર કપુરે દસ્યુ સુંદરી ફુલન દેવી ઉપર આધારિત બૈંડિટ ક્વિનને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં મેઈન રોલમાં સીમા વિશ્વાસ જોવા મળી હતી. આ ફિલ્મ માટે શેખરને સર્વશ્રેષ્ઠ નિર્દેશનકનો ફિલ્મફેયરનો પુરસ્કાર મળ્યો હતો.

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!