GSTV
Home » News » શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતનું શનિવારે દિલ્હીમાં નિધન થયું હતુ. તે લાંબા સમયથી બીમાર હતા. શીલા દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના સીએમ રહ્યા હતા, આ દરમિયાન તેમના કામની ઘણી પ્રશંશા કરવામાં આવી હતી. શીલા દીક્ષિતના નિધનથી સમગ્ર દેશમાં શોક છવાયો છે. દિગ્ગજ નેતાઓ સહિત બધા તેમને યાદ કરી રહ્યા છે. શીલા દિક્ષિત સાથે જોડાયેલો ફિલ્મનો એક પ્રસંગ યાદ આવી રહ્યો છે જે દર્શાવે છે કે તેમને ફિલ્મનો પણ ઘણો જ શોખ હતો.

રિપોર્ટમાં જણાવ્યાં પ્રમાણે શીલા દીક્ષિતને ફિલ્મનો ઘણો જ શોખ હતો. તેમણે શાહરુખ ખાનની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે કેટલીય વાર જોઈ હતી. શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બઘી વાર જોઈ કે ઘરના લોકોએ આ ફિલ્મ જોવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

બોલીવૂડે આપી શ્રદ્ધાંજલી

બૉલીવૂડના તમામ દિગ્ગજ અભિનેતાઓએ શીલા દીક્ષિતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અભિનેતા અક્ષય કુમારે ટ્વિટ કરી હતી, “શીલા દીક્ષિતના મૃત્યુના સમાચાર સાંભળી ઘણુ જ દુ:ખ થયુ, તેમણે અસરકારક રીતે દિલ્હીનો વિકાસ કર્યો હતો, તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. અક્ષય ઉપરાંત, અભિનેત્રી ઉર્મિલા માતંડોકરએ પણ ટ્વીટ કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, રેસ્ટ ઈન પીસ શ્રીમતી શીલા દીક્ષિતજી.

READ ALSO

Related posts

દમદાર ફિચર્સ સાથે Hondaએ નવા અવતારમાં લૉન્ચ કરી આ ધાકડ બાઇક! પહેલાં કરતાં આપશે વધુ માઇલેજ

Bansari

સોનિયા અને રાહુલ ટૂંક સમયમાં ભારતના નાગરિક નહીં રહે, ફાઈલ અમિત શાહના ટેબલ પર છે

Mayur

ગુજરાત ભાજપના ધારાસભ્યએ જ શિક્ષણની પોલ ખોલી નાખી ‘લોકોને હવે સરકારી શિક્ષણ પર વિશ્વાસ નથી રહ્યો’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!