GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

‘કોંગ્રેસ પુત્રી શીલા દીક્ષિત’: સાંસદથી લઇ સતત 15 વર્ષ સુધી CM, આવી હતી રાજકિય સફર

દિલ્હીનાં પૂર્વ સીએમ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શીલા દીક્ષિતનાં અવસાનથી કોંગ્રેસ પાર્ટી સહિત દેશનાં જાહેર જીવવને બહુ મોટી ખોટ પડી છે. શ્રીમતી શીલા દીક્ષિતનાં રાજનીતિમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. તેમ છતાં તેઓ કોંગ્રેસના પસંદગીના નેતાઓની યાદીમાં  પ્રથમ હરોળમાં જ રહ્યા. ખાસ કરીને દિલ્હીમાં તેમનો લાંબા સમય સુધી દબદબો રહ્યો હતો.

1998માં સોનિયા ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી અને તે સાથે જ પાર્ટીમાં શીલા દીક્ષિત સહિત જૂના વફાદારોની વાપસી થઇ. જે બાદ શીલા દીક્ષિત રાજકીય કોઠા વિંધવામાં ક્યાય પાછા ન પડ્યા. અને દિલ્હીમાં સર્વેસવા સાબિત થયા.

1998માં પૂર્વ દિલ્હી બેઠક પર શીલા દીક્ષિતને ભાજપના લાલબિહારી તિવારીએ હરાવી દીધા. આ સમયે અમુક દિવસો માટે દિલ્હી વિધાનસભામાં ભાજપની સરકાર બની અને સુષ્મા સ્વરાજ સીએમ બન્યા હતા. પરંતુ ભાજપની સરકાર પડી ભાંગતા ચૂંટણી બાદ ફરી કોંગ્રેસને સત્તા હાથ લાગી. વિધાનસભાની ગોલ માર્કેટ બેઠક પરથી શીલા દીક્ષિત ધારાસભ્ય બન્યા. અને કોંગ્રેસે તેમને દિલ્હીના મુખ્યપ્રધાન બનાવી દીધા.

જીતની હેટ્રીક નોંધાવી સીએમ બન્યા

જો કે ત્યારબાદ શીલા દીક્ષિતે જીતની હેટ્રીક નોંધાવી. 1998, 2003, 2008 એમ સતત ત્રણ વખત દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા. સતત 15 વર્ષ સુધી તેમણે દિલ્હી પર રાજ કર્યું. જે બાદ 2013ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેરની સાથે દિલ્હીમાં શીલા દીક્ષિતના શાસનનો અંત આવ્યો. જો કે કોંગ્રેસની યુપીએ સરકારે 2014માં તેમને કેરળના રાજ્યપાલ બનાવ્યા. પરંતુ 2014માં કેન્દ્રમાં મોદી સરકારની રચના થતાં તેમણે રાજ્યપાલ પદેથી રાજીનામું આપી દીધું હતું.

2017માં કોંગ્રેસે તેમને યુપીમાં મુખ્ય ચહેરો બનાવ્યા

વર્ષ 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ શીલા દીક્ષિત 6 વર્ષ સુધી કોઇ પણ ચૂંટણી લડ્યા નહીં. આ દરમિયાન 2017માં યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શીલા દીક્ષિતના નામે સત્તામાં વાપસી માટે પ્રયાસ હાથ ધર્યા હતા. કોંગ્રેસે યુપીમાં તેમને પાર્ટીના સીએમ ઉમેદવાર જાહેર કર્યા હતા. પરંતુ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના જોડાણ બાદ તેમનું નામ પરત લેવામાં આવ્યું હતું. જો કે તેમની રાજકીય સફર આટલે જ અટકી ન હતી.

2019માં શીલા દીક્ષિતને દિલ્હી કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા

વર્ષ 2019માં કોંગ્રેસે ફરી તેમના પર વિશ્વાસ મુક્યો. જાન્યુઆરી, 2019માં શીલા દીક્ષિતને દિલ્હી કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા. તેમજ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ઉત્તર-પૂર્વ દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ ભાજપના મનોજ તિવારી સામે શીલા દીક્ષિત 3.66 લાખ મતથી ચૂંટણી હારી ગયા.

રાજકીય લડાઇના અમુક મહિના બાદ શીલા દીક્ષિત બિમારીના કારણે પોતાની જિંદગી સામેની જંગ પણ હારી ગયા.

READ ALSO

Related posts

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

દેવાદાર પાકિસ્તાનમાં હવે કોરોના રોકવા અમેરિકા મોટા ભા બન્યું, ચીન છે કારણ

Ankita Trada

મે મહિનામાં 10 હજાર કેસ : ગુજરાતમાં સરેરાશ દરરોજ વધ્યા 403 કેસ, કોરોના બન્યો બેકાબૂ અને સરકાર ફેલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!