આતંક વિરુદ્ધ મનમોહનસિંહ મોદી જેટલા સખ્ત અને દૃઢ નહોતા : શીલા દીક્ષિત

sheila Dikshit

દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સ્વિકાર્યું છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ 26/11ના હુમલા બાદ આતંક વિરુદ્ધ વડાપ્રધાન મોદી જેટલા સખ્ત નહોતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી પુલવામા હુમલા બાદ આતંકીઓ વિરુદ્ધ દૃઢતાથી કાર્યવાહી કરી પરંતુ સાથે તેમણે તેમ પણ કહ્યું કે, રાજકિય હિત માટે તેમણે આવુ કર્યું.

શિલા દીક્ષિતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હા હું તમારી સાથે સહમત છું કે મનમોહનસિંહ મોદી જેટલા સખ્ત અને દૃઢ નહોતા પરંતુ સાથે તે પણ લાગી રહ્યું છે કે તેમણે રાજકિય ફાયદા માટે બધુ કર્યું. તેમના આ નિવેદનને લઇને વિવાદ થવા પર થોડીવાર પછી તેમણે સ્પષ્ટતા કરી કે, જો કોઇ તેમના નિવેદનનો કોઇ સંદર્ભ લે તો તે કંઇ કહી શકે નહી.

કોગ્રેસને મોટો આંચકો આપતા દિલ્હી કોંગ્રેસ પ્રમુખ શીલા દિક્ષીતે સ્વીકાર કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આતંકવાદનો સામનો કરવામાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેટલા મજબૂત ન હતાં. જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોદી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો ઉદ્દેશ  રાજકીય લાભ લેવા માટેનો વધુ હતો. 

એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે દિક્ષીતને પૂછવામાં આવ્યું કે ૨૬/૧૧ના મુંબઇ હુમલા પછી યુપીએ સરકારનું વલણ કેવું હતું? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મનમોહન સિંહ મોદી જેટલા મજબૂત અને શક્તિશાળી ન હતા પણ મોેદી આ બધું રાજકીય લા મેળવવા માટે કરી રહ્યાં છે તેવી પણ શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે મનમોહન સિંહના સમયમાં એક પણ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી ન હતી ફક્ત સેના દ્વારા સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 

બીજી તરફ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા અંગે પણ કોંગ્રેસમાં આંતરિક મતભેદો જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ પ્રભારી પી સી ચાકો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની તરફેણમાં છે જ્યારે દિલ્હી કોંગ્રેસ પ્રમુખ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાના વિરુદ્ધમાં છે. પૂર્વ દિલ્હી કોંગ્રેસ પ્રમુખ અજય માકન પણ ચાકોના સમર્થનમાં ઉતરી આવ્યા છે. 

માકને રાહુલ ગાંધીનો સંદર્ભ આપીને શીલા દિક્ષીતને ઘેરવાના પ્રયત્નોે શરૃ કરી દીધા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને પણ કોંગ્રેસ પણ નિશાન સાધવાની તક મળી ગઇ છે. આપએ જણાવ્યું છે કે કોંગ્રેસમાં ડાબા હાથને ખબર નથી કે જમણો હાથ શું કરી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાહુલ ગાંધી અને શીલા દિક્ષીતે જાહેરાત કરી હતી કે તે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter