GSTV

સસરાના નિધન બાદ પતિ પરાગ સાથે ગાઝિયાબાદ પહોંચી શેફાલી ઝરીવાલા, એરપોર્ટના હાલ જોઈ કહી આ વાત

શેફાલી જરિવાલા

લોકડાઉન વચ્ચે 25મી મેથી ડોમેસ્ટિક ફઉલાઇટ શરૂ થઈ ગઈ છે પરંતુ કોરોના વાયરસના ડરથી લોકો મજબૂરીમાં જ તેનો ઉપયોગ કરે છે. આમ થતાં જાણીતા ટીવી એક્ટર પરાગ ત્યાગી અને તેની પત્ની શેફાલી જરિવાલા ગાઝિયાબાદ પહોંચી ગયા છે. હકીકતમાં પરાગ ત્યાગીના પિતાનું ગાઝિયાબાદમાં નિધન થયું છે. બંને મુંબઈથી ફ્લાઇટમાં બેસીને સીધા ગાઝિયાબાદ પહોંચ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પરાગ ત્યાગીના પિતાની તબિયત લથડી હતી તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા હતા જ્યાં તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો.

શેફાલીએ દુઃખ વ્યક્ત કર્યું

મુંબઈ એરપોર્ટ પર જે હાલત એ હતી તે જોઇને શેફાલીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે એરપોર્ટની પરિસ્થિતિ કેમેરામાં કેદ કરી લીધી હતી. ત્યાર બાદ તેણે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે જણાવ્યું કે અગાઉ ક્યારેય મુંબઈ એરપોર્ટ આવું વેરાન જોવા મળ્યું નથી.

શેફાલી જરિવાલા ફેસ શિલ્ડમાં જોવા મળે

ફોટોમાં શેફાલી જરિવાલા ફેસ શિલ્ડમાં જોવા મળે છે.પ્રવાસ દરમિયાન એરપોર્ટ અને વિમાનમાં સોશિયલ ડીસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેણે લખ્યું છે કે દુનિયાના સૌથી વ્યસ્ત એવા મુંબઈ એરપોર્ટની હાલત ક્યારેય આવી જોઈ નથી. આ પ્રવાસ દરમિયાન પરેશાન એટલે થઈ ગઈ કે ના તો ગળે વળગવાનું કે ના તો કોઈ પ્રકારનો ઉત્સાહ, માત્ર ડર જ જોવા મળતો હતો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જલદીથી આ બધું સમાપ્ત થઈ જાય.

Read Also

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!