GSTV
Entertainment Television Trending

મુસ્લિમ બનવા કહેતો હતો, મોંઘી ગિફ્ટ માંગતો હતો’ તુનિષાની માતાએ કહ્યું- હું શીજાનને નહીં છોડું

અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યાના મામલામાં તેની માતા વનિતાએ અભિનેતા શીજાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તુનિષાની માતા વનિતાએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, શીજાન તેની પુત્રી તુનીષાને ધર્મ બદલવા માટે દબાણ કરતો હતો. તેની પાસેથી મોંઘી ભેટ પણ માંગતો હતો. તેણે કહ્યું કે એક વખત શીજાને તુનિષાને માર પણ માર્યો હતો. આ બાબતની વાત કરીએ તો શીજાનની મુશ્કેલીઓ વધી રહી છે. કોર્ટે તેના રિમાન્ડ શનિવાર સુધી એટલે કે આવતીકાલ સુધી લંબાવ્યા છે. વસઈ કોર્ટના જણાવ્યા અનુસાર તે આવતીકાલ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.

પ્રેસ કોન્ફરન્સમાં વનિતા શર્માએ કહ્યું


કે જ્યાં સુધી શીજાનને સજા નહીં થાય ત્યાં સુધી તે આરામ કરશે નહીં. તેણે કહ્યું કે તુનિષાને કોઈ બીમારી ન હતી. શીજાનના પરિવાર પર પણ હુમલો કરતા વનિતાએ કહ્યું કે શીજનની માતા અને તેની બહેન પણ તુનિષાના જીવનમાં દખલ કરી રહી છે. આ દરમિયાન તેણે જણાવ્યું કે શીજાન નશો કરીને સેટ પર પહોંચતો હતો. તેણે જણાવ્યું કે તે તુનિષા પર તેનો ધર્મ બદલવા માટે દબાણ પણ કરતો હતો.

મુસ્લિમ બનવા માટે દબાણ કરતો હતો

વનિતાએ મીડિયાને જણાવ્યું કે તેની પુત્રી શીજનના ઘરે ઘણી જ આવતી હતી અને શીજાન તેના પર ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરતો હતો. તેણે કહ્યું કે આ કારણે તુનિષાનું વર્તન પણ બદલાવા લાગ્યું અને તેણે શીજાનની માતાને અમ્મા કહેવાનું શરૂ કર્યું. આ સાથે તેણીએ આવા ઘણા શબ્દોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેનો મુસ્લિમ ધર્મ તરફ ઝુકાવ દેખાતો હતો.

તુનિષાને થપ્પડ મારી હતી

તુનિષાની માતાએ જણાવ્યું કે, શીજાન તેની પાસેથી મોંઘી ભેટ માંગતો હતો. એકવાર તુનિષાએ શીજાનનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાં તેણે અન્ય છોકરીઓ સાથે ચેટ કરી હતી, જે તુનિષાએ વાંચી હતી. આના કારણે શીજાન ગુસ્સામાં આવી ગયો અને તેણે તુનિષાને થપ્પડ મારી દીધી.

શીજાને તુનિષાનો ‘ઉપયોગ કર્યો’ !

21 વર્ષની અભિનેત્રી તુનિષા શર્માએ શનિવારે ટીવી શો અલી બાબા દાસ્તાન-એ-કાબુલના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં અભિનેતા શીજાન ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. પાલઘરના વાલિવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, શીજાને તુનિશા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ બંને વચ્ચે વાતચીત થતી હતી. તુનિષાની માતાએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે શીજાન ખાને તેની પુત્રીને છેતરીને ત્રણથી ચાર મહિના સુધી તેનો ઉપયોગ કર્યો હતો.

READ ALSO

Related posts

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk

આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી

Vishvesh Dave
GSTV