GSTV
Gujarat Government Advertisement

તમે માનશો નહીં/ માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને મીલિંડાના છૂટાછેડા આ ચીની મહિલાને કારણે થયા? મહિલાએ આપ્યો આ જવાબ

Last Updated on May 7, 2021 by Harshad Patel

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે હમણાં જ જાહેરાત કરી હતી કે તે પોતાની પત્નિ મેલિંડા ગેટ્સથી છુટાછેડા લેવા જઈ રહ્યા છે. હમણા સુધી બહુ જ ચર્ચિત છુટાછેડાના કારણોનો ખુલાસો થઈ શક્યો નથી પરંતુ તે દરમ્યાન વચ્ચે એક મહિલાનું નામ સામે આવી રહ્યું છે. સમાચારોના અનુસાર આ મહિલા બિલ અને મેલિંડાના છુટાછેડાનું કારણ છે. ઘણી ઓનલાઈન અફવાઓના અનુસારે બિલ અને ચીનની રહેવાવાળી મહિલા જ્હે શેલી વાન્ગનું અફેર ચાલી રહ્યું હતું. જો કે આ અફવાઓ બહુ ચર્ચિત બનતાં ખુદ વાન્ગ સામે આવી અને તેણે ચીનની પ્રતિષ્ઠિત સોશ્યલ મીડિયા વેબસાઈટ વાઈબૂ પર પોતાનો પક્ષ રાખ્યો છે. અને આ અફવાઓનું ખંડન કર્યું છે.

આ અફવાઓને ખત્મ કરવામાં મારી મદદ કરી

વોન્ગ એ ચીનની મંદારિન ભાષામાં લખ્યું છે કે મને લાગ્યુ કે આ અફવાઓ આપ મેળે જ ખત્મ થઈ જશે. કારણકે અફવાઓ માથા અને પગ વગરની છે. પરંતુ મને ખબર ન હતી કે આટલી વધારે આગળ વધતી જ જશે. હું એ બધા લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેમણે આ મુશ્કેલીના સમયમાં મને સાથ આપ્યો છે. અને આ અફવાઓને ખત્મ કરવામાં મારી મદદ કરી છે.

ગેટ્સ ફાઉન્ડેશનની સાથે ફ્રીલાન્સર તરીકે કામ કર્યું

જણાવી દઈએ કે જ્હે શેલી વાન્ગ 36 વર્ષની છે અને એ ચીનથી અમેરીકા આવી ચુકી છે. એ હાલમાં સિએટલ શહેરમાં રહે છે. અને એણે લગ્ન કર્યા નથી. તે એક પ્રોફેશનલ ટ્રાન્સલેટર છે. અને એ ગેટ્સ ફાઉન્ડેશન સિવાય યેલ સ્કુલ ઓફ મેનેજમેન્ટ અને હાર્વર્ડ બિઝનેસ સ્કુલ માટે પણ કામ કરી ચુકી છે. વોન્ગ એ બ્રિગહમ યંગ યુનિવર્સીટીથી અભ્યાસ કર્યો છે. અને એને મંદારિન, ઈંગ્લિશ અને કેંટોનેસ ભાષા આવડે છે. રિપોર્ટસ અનુસાર, એણે ગેટ્સ ફાઉન્ડેશનની સાથે ફ્રીલાન્સર તરીકે કામ કર્યું છે. આ સિવાય એ કોરોનાકાળ પહેલા સુધી અમેરીકા અને શાંઘાઈની ફલાઈટ્સમાં પણ કામ કરી ચુકી છે.

બીજા લોકોની પરિણિત જીંદગીમાં દખલગીરી કરવાનો પ્રયત્ન ના કરી શકે

વોન્ગ ના મિત્ર લી એ આ મામલાથી જોડાયેલ એક બ્લોગ પોસ્ટ પણ લખી છે. એણે લખ્યું છે કે વોન્ગ મારી જુની સહકર્મી અને મિત્ર છે. એ એક એવી મહિલા છે જેનાથી હું ઘણી પ્રેરણા લઉં છું. હું ક્યારેય વિશ્વાસ નથી કરી શક્તો કે એ બીજા લોકોની પરિણિત જીંદગીમાં દખલગીરી કરવાનો પ્રયત્ન કરી શકે છે. આ મામલામાં હું વોન્ગની મિત્ર લી ને એવું પણ કહ્યું કે વોન્ગ ખુબજ મહત્વાકાંક્ષી છે અને એ ઘણા પ્રકારના કામ કર્યા પછી પણ પોતાની જાતને ખુશ કરવાની કોશિશ કરે છે. એમણે બે વર્ષ પહેલા પાયલોટનું લાયસન્સ પણ મેળવ્યું હતું. અને પાયલોટની ટ્રેનિંગ પણ પૂરી કરી ચુકી છે.

ટાઈમ મેગેઝીનનો એક આર્ટીક્લ વાયરલ થવા લાગ્યો હતો

નોંધપાત્ર રીતે એછે કે બિલ ગેટ્સ એ છુટાછેડાની જાહેરાત કરતાની સાથે જ ટાઈમ મેગેઝીનનો એક આર્ટીક્લ વાયરલ થવા લાગ્યો હતો. અને આ સાથે એમની પર્સનલ લાઈફથી જોડાયેલ ઘણી જાણકારીઓ સામે આવી હતી. આ આર્ટીક્લમાં લખ્યું હતું કે બિલ ગેટ્સના પોતાની પત્નિ સાથે એક અજીબોગરીબ કરાર હતા. આ કરાર અનુસાર, બિલ ગેટ્સ દર વર્ષે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ એન વિનબ્લેડને મળવા માટે એક સિક્રેટ બીચ હાઉસ જતા હતા. ન્યૂયોર્ક પોસ્ટે હમણાં જ આ સિક્રેટ બીચહાઉસનો ફોટો પ્રકાશિત કર્યો હતો. રીપોટર્સ અનુસાર, આ બીચહાઉસ એમનું છે અને એ લોકેશન લોકોની વચ્ચે ઘણું ફેમસ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana

સાવધાન/ ભૂલથી પણ આ લિંક પર ના કરતા ક્લિક, નહીં થઈ જશો કંગાળ, SBI એ પોતાના ગ્રાહકોને કર્યા એલર્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!