GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

સચિને પહેલી વખત બહાર દાઢી કરાવી અને તે પણ આ બે યુવતીઓના હાથે, જાણો કેમ

ક્રિકેટની દુનિયામાં દંતકથા રુપ ગણાતા ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે જીવનમાં પહેલી વખત કોઈના હાથે શેવિંગ કરાવી છે અને તે પણ બે યુવતીઓના હાથે. આની પાછળ પણ એક પ્રેરણાદાયક કહાની છે. ભારતમાં સામાન્ય રીતે મહિલા બ્યુટીપાર્લરને બાદ કરીએ તો જેન્ટસ હેર ડ્રેસિંગનો વ્યવસાય પુરુષોનો ઈજારો ગણાય છે. મોટા શહેરોમાં કદાચ ગણતરીના અપવાદોને બાદ કરતા આ પરંપરા યથાવત છે. લોકો કોઈ મહિલા પાસે શેવિંગ કે વાળ કપાવવાનુ પસંદ કરતા નથી.

જોકે ઉત્તરપ્રદેશના બનવારી તોલા નામના ગામડાની બે યુવતીઓ નેહા અને જ્યોતિએ પિતાની માંદગીના કારણે આ પરંપરા તોડીને તેમની દુકાન સંભાળવાનુ નક્કી કર્યુ હતુ. આ બાબતની જાણ થતા સચિને તેમની પાસે દાઢી કરાવવાનુ નક્કી કર્યુ. એ પછી સચિને આ સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સચિને લખ્યુ છે કે, મેં ક્યારેય કોઈની પાસે દાઢી નથી કરાવી પણ આજે આ રેકોર્ડ તુટી ગયો છે.

READ ALSO

Related posts

3 મહિનાની દિકરીને મૂકી દર્દીની સેવા કરી રહી છે મહિલા ડૉક્ટર, આ રીતે પોતાની જાતને આપે છે હિંમત

Ankita Trada

મોબાઈલની બેટરી ખૂબ ઝડપથી ઉતરી રહી છે? આ ઉપાયો કરીને વધારો બેટરીની લાઈફ

Arohi

નગ્ન થઈને લાઈવ ચેટ કર, યુવતીએ વિદ્યાર્થી સાથે એવું કંઈક કર્યુ કે હાલ થઈ ગયા બેહાલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!