GSTV
Home » News » VIDEO : મેદાન વચ્ચે જ આ દિગ્ગજ ક્રિકેટરનું ફાટી ગયું પેન્ટ અને પછી થયું જોવા જેવું

VIDEO : મેદાન વચ્ચે જ આ દિગ્ગજ ક્રિકેટરનું ફાટી ગયું પેન્ટ અને પછી થયું જોવા જેવું

પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાની વચ્ચે સેંચુરિયન ગ્રાઉન્ડમાં રમાય રહેલી બોક્સિંગ ડે મેચના ત્રીજા દિવસે એક એવી ઘટના બની જેને દર્શકો જોઇ હેરાન થઇ ગયા છે. સેંચુરીયનના ગ્રાઉન્ડમાં ઉપસ્થિત દર્શકો પોતાનું હસી ત્યારે રોકી ન શક્યા જ્યારે લાઇવ ટીવી સામે સાઉથ આફ્રિકાના દિગ્ગજ બોલર શોન પોલાકની પેન્ટ ફાટી ગઈ અને તેમને પાયજામો પહેરવો પડ્યો.

શોન પોલોક આ સમયે એક્સપર્ટની ભૂમિકા ભજવી રહ્યા હતા. લંચ ટાઇમ દરમિયાન પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ સાથે મેચ ઉપર ચર્ચા કરી રહ્યા હતા. આ સમયે તેમને કેચ પકડવાનો ટાસ્ક આપવામાં આવ્યો. કેચ પકડતાની સાથે જ પોલાકની પેન્ટ ફાટી ગઈ. ગ્રીમ સ્મિથ અને શોન પોલાક સ્વીપમાં કેચ પકડી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. એ સમયે માર્ક નિકોલસે શોન પોલાક તરફ બોલ ફેંક્યો. જ્યારે પોલાકની પેન્ટ ફાટી ગઈ ત્યારે તે હક્કો બક્કો રહી ગયો. એ પછી ગ્રીમ સ્મિથ અને માર્ક નિકોલસ હસવા લાગ્યા.

પોલાકની પેન્ટ ફાટવાની સાથે જ સેન્ચુરીયન ગ્રાઉન્ડમાં હાજર તમામ દર્શકો હસવા લાગ્યા. એ પછી પોલાકે ટુવાલ મંગાવ્યો અને તેના સહારે ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી ગયા. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં પોલાકે પણ સોશિયલ મીડિયા પર પોતાની આ ફાટેલી જીન્સની તસવીર શેર કરી હતી.

READ ALSO

Related posts

BAN vs WI: બાંગ્લાદેશની ટીમે જીત્યો ટોસ, પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય

Path Shah

દીદીની મુશ્કેલીમાં વધારો, પ.બંગાળમાં ડોક્ટરની હડતાળ બાદ રાજ્યના કર્મચારીઓની હડતાલ

Nilesh Jethva

રાજ્યની આ શાળાના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, જાણો શું છે મામલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!