GSTV
Home » News » શત્રુધ્ન સિન્હાએ દાવો કર્યો છે કે, તેમણે બીજેપી છોડ્યું એ સાંભળી અડવાણીની આંખમાં આવી ગયાં હતાં આંસુ

શત્રુધ્ન સિન્હાએ દાવો કર્યો છે કે, તેમણે બીજેપી છોડ્યું એ સાંભળી અડવાણીની આંખમાં આવી ગયાં હતાં આંસુ

પટણા સાહિબથી ચૂંટણી લડી રહેલ બીજેપીના પૂર્વ નેતા શાત્રુધ્ન સિંન્હાએ દાવો કર્યો છે કે, જ્યારે તેમણે લાલકૃષ્ણ અડવાણીને પાર્ટી છોડવાની વાત કરી ત્યારે તેમના આંખમાં આંસુ આવી ગયાં હતાં. તેમણે લોકસભા ચૂંટણીમાં અડવાણીને ટિકિટ ન આપવાની વાતની પણ નિંદા કરી હતી.

સિન્હાએ જણાવ્યું કે, મેં જ્યારે પોલિટિક્સમાં કરિયર શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે સૌથી પહેલાં અડવાણીના આશીર્વાદ લીધા હતા. તેમણે મને આશીર્વાદ આપ્યા હતા, તેઓ ભાવુક હતા, તેમની આંખમાં આંસુ હતાં પરંતુ તેમણે મને રોક્યો નહીં.

અડવાણીને ટિકિટ ન આપવા બાબતે શત્રુધ્ન સિન્હા અને તેમની દીકરી સોનાક્ષી સિન્હાએ પણ બીજેપી પર તેમનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, બીજેપીએ ગાંધીનગર સીટની ટિકિટ અડવાણીની જગ્યાએ પાર્ટી અધ્યક્ષ અમિત શાહને આપી છે.

શત્રુધ્ન સિન્હાએ એમ પણા કહ્યું કે, અટલ બિહારી બાજપેયીના સમયમાં અને અત્યારના સમયમાં ઘણો ફરક છે. તેમણે કહ્યું કે, તે સમયે દેશમાં લોકશાહી હતી, અત્યારે તાનાશાહી છે. તેમણે અડવાણીનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, અત્યારે બીજેપી પોતાના વડીલ અને બુજુર્ગ નેતાઓ સાથે સારો વ્યવહાર નથી કરતી.

Related posts

PM મોદી સાહેબ બોલાવશે તો હું ચોક્કસ ભારત આવીશ: US પ્રમુખ પીએમ મોદી પર ઓળઘોળ

Riyaz Parmar

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!