GSTV
Home » News » ‘મૈં ભી ચોકીદાર’ મામલે ભાજપનાં બળવાખોર નેતાએ PM મોદી પર કર્યો કટાક્ષ

‘મૈં ભી ચોકીદાર’ મામલે ભાજપનાં બળવાખોર નેતાએ PM મોદી પર કર્યો કટાક્ષ

ભાજપનાં બાગી નેતા અને ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ હોળીનાં પર્વ નિમીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે. જો કે છેલ્લા ઘણાં સમયથી ભીજપ વિરોધી સૂરને કારણે ભાજપની આંખમાં કણાની જેમ ખટકતા શોટગન શત્રુઘ્ન સિન્હાએ શુભેચ્છા સાથે વડાપ્રધાનને ટોણો માર્યો છે.

મૈં ભી ચોકીદાર અભિયાન  ને આગળ ધપાવતા પીએમ મોદીએ ગઇ કાલે દેશનાં 25 લાખો ચોકીદાર સાથે ઓડિયો સંવાદ કર્યો હતો. જો કે શત્રુઘ્ન સિન્હાએ પીએમ મોદીને આડેહાથ લેતા કહ્યું કે, મહત્તમ ચોકીદારો ગરીબી રેખા હેઠળ નીચે જીવી રહ્યા છે. તેમને ભાષણ આપવા કરતા મહત્વનું છે કે તેમની દશા સુધારવી જોઇએ.

સિન્હાએ ટ્વિટ કરતાં જણાંવ્યું કે સરજી, તમને હોળીની શુત્રકામનાઓ, ફરી એક વખત હું વિનમ્રતા સાથે પરંતુ દ્રઢતાપૂર્વક યાદ અપાવવા માંગું છું કે,#ચોકીદાર અભિયાનમાં ફસાતા નહિં. તમે ચોકીદાર પર વધુ રક્ષણાત્મક છો, આ બાબતો દેશને અનુત્તરિત પ્રશ્નો અને રાફેલ ડીલની એટલી વધારે જ યાદ અપાવશે. જેનાં વિશે લોકો જાણવા માટે આતુર છે.

શત્રુઘ્ન સિન્હાએ આગળ લખ્યું છે કે, સર અચાનક તમે ઉપેક્ષાપુર્ણ મૂડમાં દેશનાં ચોકીદારોને સંબોધિત કર્યા. તથાકથિત 25 લાખ…ખબર નથી કે આ આંકડાનો આધાર શું છે? 21 લાખ કેમ નહિં,2.5 લાખ કેમ નહિં? બની શકે કે મારી વાત લોકો અને ચોકીદારનાં ગળે ઉતરે નહિં, તેમની સ્થિતી સારી નથી. તેમાંથી મહત્તમ ચોકીદારો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીને ચોકીદારોની સ્થિતી સુધારવા માટે શીખામણ આપતા શોટગને અન્ય એક ટ્વિટમાં કહ્યું કે,આમ પણ સર તમે લાખો-સૈંકડો ચોકીદારોને સંબોધિત કર્યા એ વાત કાંઇ ખાસ નથી.તમારી ભાષણબાજી ખોખલી છે,તેમાં પણ કન્ટેન્ટની કમી છે. જે વાત મહત્વપુર્ણ છે તે છે કે દેશનાં ચોકીદારોની દશા સુધરવી જોઇએ. તેમને ગરીમાપુર્ણ જિવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. તેમનું જવન ધોરણ સુધરે. તેમને સારો અને નિયમીત પગાર મળે.

સિન્હાએ આગળ જણાંવ્યું કે,જો કે તમે વર્તમાનમાં દેશનાં પ્રધાનમંત્રી છો તેથી હું અત્યારે પણ તમારી સાથે છું. ઠિક છે, તમને ઘણો પ્રેમ અને શુભકામનાઓ.તમારી હોળી રંગબેરંગી બની રહે અને તમારા માધ્યમથી પુરા દેશની હોળી રંહભરી રહે તેવી શુભેચ્છા..જય હિંદ.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi

છેલ્લાં ચાર મહિનામાં વિદેશી રોકાણકારોએ 4.50 અબજ ડોલરના શેરોનું કર્યું વેચાણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!