કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાના પત્ની પૂનમ સિંહા સમાજવાદી પાર્ટીમાં જોડાયા. પૂનમ સિંહા સપા અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમાજવાદી પાર્ટી પૂનમ સિંહાને લખનઉ બેઠક પરથી ટિકિટ આપી શકે છે.
Lucknow: Shatrughan Sinha’s wife Poonam Sinha joins Samajwadi Party in presence of Dimple Yadav. pic.twitter.com/sgFg3C5oRm
— ANI UP (@ANINewsUP) April 16, 2019
લખનઉ બેઠક પરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ ચૂંટણી મેદાનમાં છે. જેથી તેમની સામે ચૂંટણી મેદાનમાં પૂનમ સિંહા ઉતરી શકે છે. મહત્વપૂર્ણ છે કે, લખનઉ બેઠક પર ભાજપનો છેલ્લા 28 વર્ષથી દબદબો છે. પૂર્વ પીએમ અટલજી આ બેઠક પરથી પાંચ વખત સાંસદ રહ્યા છે. અને હવે તેમની વિરાસતને રાજનાથસિંહ સંભાળી રહ્યા છે.
Read Also
- બાંગ્લાદેશના વિદેશ પ્રધાને રદ કર્યો ભારતનો પ્રવાસ, કાઢ્યું આ બહાનું
- આ વેપારીની ડુંગળીનો ઉપયોગ કરશો તો ભાવનું નહિં રહે ટેન્શન, એક કિલોના ભાવમાં મળશે પાંચ થી છ કિલો
- આ શખ્સે કર્યો અનોખો દાવો, કહ્યું મારા fartથી મચ્છરનું થાય છે મોત..
- રાહુલ ગાંધીનો શાબ્દિક પ્રહાર, પીએમને કદાચ મોંઘવારીનો ખ્યાલ જ નથી કારણ કે તેઓ બીજી દુનિયામાં રહે છે
- સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ફરી આફત વરસી, સૂઈગામમાં કરા પડ્યા