GSTV
Home » News » ભાજપનો જ્યાં 28 વર્ષથી દબદબો છે એ બેઠક પર શત્રુઘ્ન સિંહાના પત્ની મેદાને ઉતર્યા

ભાજપનો જ્યાં 28 વર્ષથી દબદબો છે એ બેઠક પર શત્રુઘ્ન સિંહાના પત્ની મેદાને ઉતર્યા

શત્રુઘ્નસિંહાના પત્ની અને સપા નેતા પૂનમ સિંહાએ યુપીની લખનઉ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યુ. બે દિવસ પહેલા સપામાં સામેલ થયા છે. જે બાદ તેમને સપાએ લખનઉ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પૂનમે ઉમેદવારી પત્રક ભર્યા બાદ લખનઉમાં વિશાળ રોડ શો કર્યો હતો.

જેમા ડિમ્પલ યાદવ અને કોંગ્રેસ નેતા શત્રુઘ્નસિંહા પણ જોડાયા હતા. લખનઉ બેઠક પરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ ચૂંટણી મેદાનમાં છે. જેથી તેમની સામે ચૂંટણી મેદાનમાં પૂનમ સિંહા ઉતર્યા છે. મહત્વપૂર્ણ છે કે, લખનઉ બેઠક પર ભાજપનો છેલ્લા 28 વર્ષથી દબદબો છે. પૂર્વ પીએમ અટલજી આ બેઠક પરથી પાંચ વખત સાંસદ રહ્યા છે. અને હવે તેમની વિરાસતને રાજનાથસિંહ સંભાળી રહ્યા છે.

READ ALSO

Related posts

જનસંખ્યા નિયંત્રણ માટે યોગગુરૂ બાબા રામદેવે આપી આવી સલાહ

Mansi Patel

નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં હુંકાર,આગામી 5 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ

Path Shah

સાંજે દાળવડા અને ટેબલ પર શીંગચણા ખાતા: ખાનપુરમાં નરેન્દ્ર મોદીએ જુની યાદો વાગોળી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!