GSTV

લગ્નમાં હાજરી આપવા ગૂપચૂપ પાકિસ્તાનના લાહોરમાં પહોંચ્યા શત્રુઘ્ન સિંહા, Video થયો Viral

ફિલ્મ એક્ટર અને કોંગ્રેસમાં જોડાઈ ચુકેલા પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિંહા એક લગ્નમાં હાજરી આપવા માટે ગૂપચૂપ પાકિસ્તાનના લાહોરમાં પહોંચ્યા હતા. જોકે હવે આ લગ્નમાં શત્રુઘ્ન સિંહાની હાજરીના વિડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.પાકિસ્તાનના પરવેઝ મુગલ નામના એક ફોટોગ્રાફરે આ તસવીરો શેર કરી છે. જેમાં શત્રુઘ્ન સિંહા પણ નજરે પડી રહ્યા છે.

આ તસ્વીર પર શત્રુઘ્ન સિંહા તરફથી નથી આવી કોઈ પ્રતિક્રિયા

આ ફોટોગ્રાફરે લખ્યુ હતુ કે, હના અને અહેમદની કવ્વાલી નાઈટ પર રીમા અને શત્રુઘ્ન સિંહાજી, હેપનિંગ નાઉ… જોકે આ ફોટોગ્રાફ પર હજી સુધી શત્રુઘ્ન સિંહા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. શત્રુઘ્ન સિંહાની સાથે પાકિસ્તાની ફિલ્મ સ્ટાર રીમા પણ હાજર હતી. પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તનાવના માહોલમાં શત્રુઘ્ન સિંહાની પાકમાં યોજાયેલા લગ્નમાં હાજરીના કારણે વિવાદ પણ થઈ શકે છે.

તાજેતરમાં વિવાદ સર્જાવાની બીકે જ સુપર સ્ટાર સલમાનખાને પાકિસ્તાની ઈવેન્ટ ઓર્ગનાઈઝરના અમેરિકામાં યોજાનારા શોમાં હાજરી આપવાનો ઈનકાર કરી દીધો હતો.

Read Also

Related posts

લૉકડાઉન: મહિલા પોલીસનું શરમજનક કૃત્ય, મજૂરને પકડી માથા પર ન લખવાનું લખી દીધું

Pravin Makwana

OMG! કોરોનાના કારણે ટેન્ટમાં રહવા મજબૂર ડૉક્ટર, સ્નેક્સ ખાઈ વિતાવી રહ્યો છે જિંદગી

Ankita Trada

‘ચાર સમોસા મોકલાવી દો’ અડધી રાતે ફોન કરીને યુવકે પોલીસને કર્યો ઓર્ડર, થઇ ગયાં આવા હાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!