GSTV

સંબિત પાત્રા : થરુરના નિવેદન પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ

Last Updated on July 19, 2019 by Alap Ramani

કોંગ્રેસના સાંસદ શશી થરુરના નિવેદન પર ભાજપ તરફથી પલટવાર કરવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ છે કે થરુરના હિંદુસ્તાનને હિંદુ પાકિસ્તાન બનવાની ભીતિ વ્યક્ત કરતા નિવેદન પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ. ભાજપના પ્રવક્તાએ ક્હ્યુ છે કે કોંગ્રેસે પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનને જન્મ આપ્યો છે. પાકિસ્તાન આજે ટેરરિસ્તાન છે અને તેની હિંદુસ્તાન સાથે સરખામણી કરી શકાય નહીં.

સંબિત પાત્રાએ કહ્યુ છે કે વારંવાર કોંગ્રેસ પાર્ટી હિંદુસ્તાનને નીચું દેખાડવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસે હંમેશા હિંદુઓને ગાળો આપવાનું કામ કર્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ક્હ્યુ છે કે આ પહેલા રાહુલ ગાંધીએ હિંદુઓને સેફ્રોન ટેરરિસ્ટ કહ્યા હતા. હવે તેમના નેતા શશી થરુર હિંદુઓને ગાળ આપી રહ્યા છે. માટે રાહુલ ગાંધીએ થરુરના નિવેદન બદલ માફી માગવી જોઈએ.

Related posts

BIG NEWS / કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન : રાજ્યના CM બદલાઈ શકે છે, જાણો કોને સોંપાઇ શકે મુખ્યમંત્રીનું પદ

Dhruv Brahmbhatt

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!