GSTV

શશી થરુરે વડાપ્રધાન મોદી અને ભાજપ પર આકરો શાબ્દિક હુમલો કર્યો

Last Updated on July 19, 2019 by Alap Ramani

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વિદેશ રાજ્ય પ્રધાન શશી થરુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરો શાબ્દિક હુમલો કર્યો છે. થરુરે ભીતિ વ્યક્ત કરી છે કે જો 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે, તો હિંદુસ્તાનનું બંધારણ ખતરામાં મૂકાઈ જશે અને ભારત હિંદુ પાકિસ્તાન બની જશે. તેમણે કહ્યુ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતથી લોકશાહીના મૂલ્યો ખતરામાં પડી જશે.

મહત્વપૂર્ણ છે કે જાન્યુઆરીમાં થરુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે મોદી દેશના બંધારણને પવિત્ર કહે છે, પરંતુ તેઓ હિંદુત્વના ટોચના વિચારક પંડિત દીનદયાલ ઉપાધ્યાયને નાયક તરીકે વખાણે પણ છે. એક જ સમયે દીનદયાલ ઉપાધ્યા અને બંધારણની પ્રશંસા કરી શકાય નહીં. થરુરે કહ્યુ હતુ કે બંને બાબતો એકસાથે ચાલી શકે નહીં. હિંદુઓએ ઉભા થવાની અને સમજવાની સખત જરૂરત છે કે તેમના નાને શું થઈ રહ્યું છે અને તેમણે આની વિરુદ્ધ બોલવાની પણ જરૂર છે.

Related posts

મોટા સમાચાર / ભારત પર હાલ નથી ઘાતક NeoCov વાયરસનું જોખમ, જાણો કેમ ?

GSTV Web Desk

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના મેક ઓવર માટે કરવી પડશે ખાસી મહેનત, પાંચ વર્ષમાં ખર્ચવા પડશે 37500 કરોડ

Vishvesh Dave

નિયોકોવનો પ્રચંડ પ્રહાર/ તમામ કોરોના વેક્સિન તેના પર અસરવિહીન, કોઈપણ પ્રકારની ઈમ્યુનિટીને આપી દેશે થાપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!