GSTV

2019માં મોદી નહીં, તો બની શકે રાહુલ ગાંધી પણ વડાપ્રધાન ન હોય

Last Updated on November 4, 2018 by Mayur

પોતાના વિવાદીત નિવેદનોથી અવાર-નવાર વિવાદમાં રહેતા કોંગ્રેસના નેતા શશી થરુરે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. એક ઔદ્યોગિક સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં થરુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠેલા હીરો ગણાવ્યા હતા. થરુરે વિવાદીત ટીપ્પણી કરતા કહ્યુ હતુ કે એક સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠેલો હીરો જે કહે છે કે હું તમામ જવાબ જાણું છું. મોદી એક વ્યક્તિની સરકાર છે અને દરેક વ્યક્તિ તેમના ઈશારે નાચી રહ્યા છે. ભારતમાં હાલ ઈતિહાસનું સૌથી કેન્દ્રીયકૃત વડાપ્રધાન કાર્યાલય છે. જ્યાં દરેક નિર્ણય પીએમઓ કરે છે અને દરેક ફાઈલ મંજૂરી માટે પીએમઓ મોકલવામાં આવે છે.

બની શકે રાહુલ ગાંધી વડાપ્રધાન હોય નહીં

લોકસભાની ચૂંટણી સંદર્ભે વાત કરતા થરુરે કહ્યુ છે કે વડાપ્રધાનપદનો નિર્ણય સામુહિકપણે થશે. તેમણે રાહુલ ગાંધીના વડાપ્રધાન બનવા મામલે વાત કરતા કહ્યું હતું કે બની શકે કે તેઓ હોય નહીં. ભાજપના મુકાબલે કોંગ્રેસમાં ઘણાં વરિષ્ઠ નેતા છે. તેમની પાસે પ્રણવ મુખર્જી જેવા લોકો હોત. પી. ચિદમ્બરમ અને અન્ય છે. જેમના ટ્રેક રેકોર્ડ શાનદાર રહ્યા છે. કોંગ્રેસના સાંસદ શશી થરુરે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને અયોદ્યામાં રામમંદિરના મામલાઓને ધ્યાન ભટકાવનારા ગણાવીને કહ્યુ છે કે આવા મુદ્દાઓ પર ધ્યાન આપવાના સ્થાને વાસ્તવિક મુદ્દાઓની વાત કરવી જોઈએ.

વિંછી સાથે કરી હતી સરખામણી

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં થરુર દ્વારા પીએમ મોદી પર વિવાદીત ટીપ્પણી કરતા તેમની શિવલિંગ પર બેઠેલા વિંછી સાથે સરખામણી કરવામાં આવતા હંગામો થયો હતો. દિલ્હીમાં ભાજપના નેતા રાજીવ બબ્બરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં થરુર સામે ફોજદારી બદનક્ષીનો દાવો કર્યો છે. ભાજપના નેતા રાજીવ  બબ્બરે કહ્યુ છે કે થરુરની ટીપ્પણી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે.

READ ALSO 

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!